Budhwar Ke Upay: આકસ્મિક સંકટથી બચાવે છે બુધવારના આ ઉપાય, ગૃહ ક્લેશ થાય છે દુર
Budhwar Ke Upay: પ્રથમ પૂજ્ય ગણેશનું ધ્યાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. બુધવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં અચાનક આવતા સંકટને પણ દુર કરી શકાય છે. તો ચાલો આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.
Budhwar Ke Upay: હિન્દુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર બુધવાર ભગવાન ગણેશને સમર્પિત દિવસ છે. ગણપતિને દરેક શુભ કાર્ય અને પ્રસંગમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે. પ્રથમ પૂજ્ય ગણેશનું ધ્યાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. બુધવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં અચાનક આવતા સંકટને પણ દુર કરી શકાય છે. તો ચાલો આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.
આ પણ વાંચો:મનોવાંચ્છિત વ્યક્તિનો પ્રેમ પામવા કરો લસણની કળીનો આ ઉપાય, મનોકામના થશે પુરી
બુધવારે કરો આ ઉપાયો
- જો તમને કોઈપણ કાર્યમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો ભગવાન ગણેશના મંદિરમાં જઈને 11 કે 21 ગાંઠ દુર્વા ચઢાવો.
- બુધવારથી ભગવાન ગણેશના મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. તેનાથી જીવનમાં આવતી પરેશાનીઓ ઓછી થાય છે.
- બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવાથી બુદ્ધિ તેજ થાય છે. આ સાથે ઘરનો ક્લેશ પણ ખતમ થઈ જાય છે.
- બુધવારે ભગવાન ગણપતિને સિંદૂર અને બુંદીના લાડુ ચઢાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: 5 ગ્રહોના મહાગોચરથી બદલી જાશે આ લોકોનું ભાગ્ય, અચાનક ચારેતરફથી થશે ધનલાભ
- બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાથી પણ લાભ થાય છે. તેનાથી ઘરની તમામ પરેશાનીઓ અને કલેશ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
- દર બુધવારે લીલા મગનું જરૂરતમંદોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સંબંધોમાં આવતી સમસ્યા દુર થાય છે.
- જો તમે રાહુ સંબંધિત સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે તમારા માથા પાસે નારિયેળ રાખીને સૂઈ જવું. બીજા દિવસે એટલે કે ગુરુવારે તે નાળિયેર ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો અને ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરો. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને વૈભવ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)