Astro Tips: મનોવાંચ્છિત વ્યક્તિનો પ્રેમ પામવા કરો લસણની કળીનો આ ઉપાય, મનોકામના થશે પુરી

Astro Tips: તંત્ર શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમે તમારા પ્રેમી કે પતિનો પ્રેમ પામી શકો છો.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ તમારા જીવનસાથીનો પ્રેમ મેળવવા માંગો છો અથવા તમારા મનપસંદ વ્યક્તિને તમારો જીવનસાથી બનાવવા માંગો છો તો આ ઉપાયો અને મંત્રો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.  

Astro Tips: મનોવાંચ્છિત વ્યક્તિનો પ્રેમ પામવા કરો લસણની કળીનો આ ઉપાય, મનોકામના થશે પુરી

Astro Tips: અનેક લોકો સાથે એવું થાય છે કે તેમને જીવનમાં જે જોઈએ છે તે બધું મળતું નથી. ઘણી વખત લોકો પોતાના ભાગ્યની સામે હારી પણ જાય છે. ખાસ કરીને વાત હોય પ્રિય વ્યક્તિને પામવાની તો અનેક પ્રયાસ કરવા છતાં ઘણીવાર પ્રિય પાત્રનો પ્રેમ પામી શકાતો નથી. વ્યક્તિ જેનો પ્રેમ પામવા માંગે છે તે જ તેને મળતો નથી. તો વળી ઘણીવાર લગ્ન પછી પણ પત્નીને પતિનો પ્રેમ મળતો નથી. આવી સ્થિતિનો ઉકેલ તંત્ર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. તંત્ર શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમે તમારા પ્રેમી કે પતિનો પ્રેમ પામી શકો છો.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ તમારા જીવનસાથીનો પ્રેમ મેળવવા માંગો છો અથવા તમારા મનપસંદ વ્યક્તિને તમારો જીવનસાથી બનાવવા માંગો છો તો આ ઉપાયો અને મંત્રો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.  

આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહમાં આ લોકોની લાગશે લોટરી, વધશે બેંક બેલેન્સ, વાંચો રાશિફળ
 
જો તમે કોઈનો પ્રેમ પામવા ઈચ્છો છો તો તેના માટે લસણની 108 કળી લેવી. તેને છોલીને લાલ દોરામાં બાંધો અને માળા બનાવો. ત્યારપછી કોઈ એકાંત સ્થાન પર બેસીને માટીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ જે વ્યક્તિનો પ્રેમ પામવો છે તેનું ધ્યાન કરી એકવાર 'વષંય કુરુમ ભવંતિ સ્વાહા' મંત્રનો જાપ કરો. 108 વખત જાપ કરો.

આ ઉપાય કોઈપણ ગુરુવાર, શનિવાર કે મંગળવારે  શરૂ કરી શકાય છે. આ ઉપાય ત્યાં સુધી કરવો જ્યાં સુધી તે વ્યક્તિ તમારી પાસે આવી ન જાય. નિયમિત રીતે આ માળા કરવાથી તમારી પ્રેમ સંબંધિત દરેક સમસ્યા દુર થશે અને તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news