Pitru Paksha: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે. આ સમય દરમિયાન પૂર્વજોને તૃપ્ત કરવામાં માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. પિતૃ પક્ષને કેટલાક કામ કરવા માટે અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન લોકો કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે પિતૃ પક્ષ દરમિયાન ખરીદવી ફાયદાકારક સાબિત થાય છે. આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા તલ


પિતૃપક્ષમાં કાળા તલ ખરીદીને પિતૃઓના શ્રાદ્ધ માટે દાન કરવું શુભ છે. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવન ખુશીઓથી ભરાય જાય છે.


આ પણ વાંચો:


ગણતરીના દિવસોમાં કુંભ રાશિમાં શનિ થશે માર્ગી, 12માંથી આ 3 રાશિઓની શરુ થશે શુભ મહાદશા


રસોડામાં ભુલથી પણ આ 2 વાસણને ઊંધા ન રાખવા, છીનવાઈ જશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ


આજથી આ 4 રાશિનું થશે મંગલ જ મંગલ, મંગળ ગ્રહ કરશે અમીર બનવાનું સપનું પુર્ણ


જવ

જવને સોનાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પિતૃપક્ષ દરમિયાન જવ ખરીદવા અને તેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જવનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.


નવા કપડા

પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદીને પિતૃઓ માટે બ્રાહ્મણને દાન કરવા જોઈએ. આમ કરવાથી શુભ ફળ મળે છે. નવા વસ્ત્રોના દાનથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.


ચોખા

ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાને ચાંદી માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન ચોખાની ખરીદી અને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)