Surya Puja : સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. તે જ રીતે રવિવાર નો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. માન્યતા છે કે સૂર્યદેવની રવિવારે આરાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી જીવનમાં સફળતા અને નિરોગી કાયા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને નિષફળતાઓનો સામનો કરવો પડે છે. સાથે જ જો સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિના જીવનમાં સુખ સંપત્તિ અને યશ વધે છે. તેવામાં સૂર્યને મજબૂત કરવા માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરે છે.


આ પણ વાંચો: 


જો હાથમાંથી પડી જાય મીઠા સહિતની આ 5 વસ્તુઓ તો તેને માનવામાં આવે છે અશુભ


સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે ધન હાનિ


ત્રણ ગ્રહનો મહાસંગમ બદલી દેશે મીન સહિત આ 3 રાશિના લોકોનું નસીબ, થશે આકસ્મિક ધન લાભ


રવિવારે આ વસ્તુઓનું કરો દાન


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને નોકરી કે વેપારમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો રવિવારના દિવસે પાણીમાં ગોળ અને ચોખા પ્રવાહિત કરો. 


- રવિવારના દિવસે સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે ગોળ, તાંબુ, લાલ ચંદન, ઘઉં, મસુરની દાળ વગેરેનું દાન કરવાથી નોકરી અને વેપારમાં સફળતા મળે છે અને ધનહાનિ અટકે છે. 


- રવિવારના દિવસે તાંબાના બે ટુકડા લેવા. એક ટુકડાને ઈચ્છાપૂર્તિ ના સંકલ્પ સાથે નદીમાં પ્રવાહિત કરી દેવો અને બીજા ટુકડાને પોતાની પાસે રાખવો. આમ કરવાથી વ્યક્તિને સારી નોકરી પ્રાપ્ત થાય છે.


- રવિવારના દિવસે લાલ ચંદનનું તિલક લગાડવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને કાર્યમાં સફળતા મળે છે.


- સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે રવિવારે સૂર્યદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. રવિવારે સૂર્યદેવને જળ ચડાવીને આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને શરીરના રોગ મટે છે.