Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત, મહાત્મય
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Chaitra Navratri 2023 Date and Time: ઝી બ્યુરો/અમદાવાદ: હિન્દુ ધર્મમાં નવરાત્રિના દિવસનું ખૂબ મહત્વ છે. આ નવ દિવસોમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. નવરાત્રિમાં કન્યા પૂજન અને હવનનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં કન્યા પૂજા કરવામાં આવે છે.
સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે
નવરાત્રિ ઉપવાસ કન્યા પૂજા વિના પૂર્ણ માનવામાં આવતા નથી. તા. 09/04/2024 મંગળવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
હવે ઇટાલીયાએ લપકું મુક્યું! 'ભાજપની શું મજબૂરી છે કે રૂપાલાને હટાવતા નથી'
અષ્ટમી અને નવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ
તેથી જ જો તમે નવરાત્રિમાં અષ્ટમીની પૂજા કરો છો તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરો, જ્યારે તમે નવમીની પૂજા કરો છો તો તમે નવમીના દિવસે કન્યા પૂજા કરી શકો છો. અષ્ટમી અને નવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવામાં આવે છે. વર્ષ 2024માં આવતી ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ 16 એપ્રિલ, મંગળવારના રોજ આવી રહી છે. 17 એપ્રિલ, બુધવારે નવમી તિથિ આવી રહી છે. જેને રામ નવમી પણ કહેવામાં આવે છે.
18 મહિના બાદ શુક્ર અને સૂર્ય બનાવશે શુક્રાદિત્ય રાજયોગ, આ જાતકો માટે શુભ સમય
નવરાત્રી પણ વર્ષમાં ચાર વાર આવે છે
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ (તિથિ) નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રી હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત માં પણ જોવા મળે છે, કેટલાક ગ્રંથ માંથી જાણવા મળે છે કે ભગવાન શ્રીરામે સીતાજીની પુનપ્રાપ્તિ અને શત્રુ પર વિજય મેળવવા અનુષ્ઠન કરેલ, તેમજ મહર્ષિ વ્યાસે નવરાત્રી વ્રતના વિધાનની વાત મહારાજા જન્મેજયને પણ વર્ણવેલી, ચાર યુગ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ છે, અને નવરાત્રી પણ વર્ષમાં ચાર વાર આવે છે.
રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો; ગજબ રીતે ચોરી કરતી ગેંગ ઝડપાઈ
નવરાત્રી માં માતાજીની ઉપાસનામાં ઘણું મહત્વ છે. આ દિવસો દરમિયાન સર્વ દુઃખ વિનાશીની ઐશ્વર્ય પ્રદાન કરનારી ભગવતી દુર્ગાની વિવિધ પ્રકારે આરાધના કરતા હોય છે જેના દ્વારા જીવનમાં રહેલી કોઈપણ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, સંતાપ, દૂર કરવા પ્રાર્થના કરવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ થી ઉન્નતિ, સદગતિ, પ્રાપ્ત કરવામાં આવે છે.
8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધીના દિવસો કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ
ઘટ સ્થાપનના પણ ગૂઢ રહસ્ય
માર્ગદર્શન મુજબ વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા કરાય છે, વ્રત રખાય છે, બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે, ધટ સ્થાપન ના પણ ગૂઢ રહસ્ય છે તેમનું એક કેટલાક વિદ્વાનો પાસે થી જાણવા મળે છે કે જેમ સૃષ્ટિમાં પંચ તત્વ છે શરીરમાં પંચ ઇન્દ્રિય છે તેમ ધટ સ્થાપનની એક સમજૂતીમાં... ધટ એટલે જમીન તત્વ, દીપ એટલે અગ્નિ તત્વ, શ્રીફળ એટલે જળ તત્વ દિપ માટે સહયોગી હવા એટલે વાયુ તત્વ અને ઉપર ઉર્જા એટલે આકાશ તત્વ, આ પાંચ તત્વ દ્વારા મનુષ્યની પાંચ ઇન્દ્રિયો ને સંતુલિત કરી જીવન ને સુખ, શાંતિ, સંતતિ,સદગતિ અને મોક્ષ પ્રદાન કરવામાં આશીર્વાદ રૂપ બને છે.
30 વર્ષ બાદ શનિ દેવ સ્વરાશિ કુંભમાં થશે વક્રી, આ જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, થશે લાભ
નવરાત્રી પૂજન ભક્તિ ખૂબ પ્રભાવશાળી ગણાય છે, માતાજીના આ વિશેષ દિન તરીકેની મહિમા પણ ખૂબ રહેલી છે આ દિવસ દરમિયાન કુટુંબના દેવી એટલે કુળદેવીને પોતાના રિવાજ મુજબ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે જેથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, કુળની વૃદ્ધિ અને રક્ષા કરે છે, કોઈ પોતાની આરાધ્યદેવી ની વિશેષ પૂજા ભક્તિ કરી પ્રસાદ અર્પણ કરે છે અને તેમની કૃપા મેળવે છે. કેટલાક ભક્તો પોતાના નગરની ( શહેર ) નગરદેવીની પણ ભક્તિ કરી શ્રદ્ધા અર્પણ કરતા હોય છે.
Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલા શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ
ધર્મ ગ્રંથમાં નવરાત્રી ની એક સુંદર વાત પણ સમજવામાં આવી છે, કે એક દેશમાં શુશીલ પણ ધનહીંન અને પારિવારિક સંતાપ ભોગવનાર એક યુવાન ખૂબ ધાર્મિક વિચારવાળો એક વાર પોતાના તમામ દુઃખ ના માર્ગદર્શન હેતુ એક વિદ્વાન પાસે માર્ગદર્શન મેળવવા જાય છે ત્યારે વિદ્વાને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ભગવતી દુર્ગા ની ભક્તિ નવરાત્રી પૂજન કરવું, યુવકે કહ્યા મુજબ વ્રત કર્યું અને દેવી કૃપાથી તેના સમસ્ત કસ્ટ દૂર થયા, આમ આ વ્રતનો મહિમા ખુબ જ છે.