હવે ઇટાલીયાએ લપકું મુક્યું! 'ભાજપની શું મજબૂરી છે કે સમાજની માંગ હોવા છતાં રૂપાલાને હટાવતા નથી'
Loksabha Election 2024: પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયાએ ક્ષત્રિય સમાજની માંગને સમજ સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી. .
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યભમાં વિરોધ વચ્ચે આજે સુરતમાં પરસોત્તમ રૂપાલાનાં સમર્થનમાં સ્નેહમિલન યોજવા જઈ રહ્યુ છે. મોટા વરાછા ગોપી ફાર્મમાં સ્નેહમિલન યોજાશે. સુરતમાં વસતા રાજકોટ વાસીઓ સાથે સ્નેહમિલનમાં ચર્ચા કરશે. આજ વિસ્તારમા કોંગ્રેસના ઉમેદવારની પણ સભા યોજવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, આપનાં નેતા ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે.
પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયાએ ક્ષત્રિય સમાજની માંગને સમજ સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી. .
સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પરશોતમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બન્યો ગયો છે. રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેઈનનોની શરૂઆત કરી છે. પાટીદાર સમાજના યુવાનોએ હેશટેગ આઈ એમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે.
રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવા વીડિયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાંશકારો થયો છે. રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડખમ રીતે ઉભા રહેવા માટે લોકોને અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે