નવી દિલ્હીઃ મહાન અર્થશાસ્ત્રી અને કુટનીતિજ્ઞ આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના સલાહકાર હતા. તેમણે પોતાની ચાણક્ય નીતિ નામની પુસ્તકમાં સફળતાના ઘણા રહસ્યો વિશે જણાવ્યું છે. જે વર્તમાન સમયમાં પણ કારગત સાબિત થાય છે.  ચાણક્ય નીતિમાં જીવનની સમસ્યા અને તેમાંથી છૂટકારો આપવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવામાં એવી વસ્તું વિશે જાણીશું, કે જેને તમે ગંદકીમાં પડેલી હોય તો પણ ઉઠાવી લેવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસા પણ લઇ લો-
આચાર્ય ચાણક્યના મતે સોના-ચાંદીની જેમ રૂપિયાની કિંમત પણ ગંદકીમાં પડ્યા બાદ ઘટતી નથી. તેથી જો કોઈ વ્યક્તિ ગંદકીમાં પૈસા પડેલા જુએ છે, તો તેને તરત જ ઉપાડી લેવા જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર આવું ન કરવાથી માતા લક્ષ્મી અને ધનનું અપમાન થાય છે.


ક્યારેય ગંદી થતી નથી મોંઘી વસ્તુઓ-
આચાર્ય ચાણક્યના મતાનુસાર, જો કિંમતી વસ્તુઓ ગંદકીમાં પડી હોય, તો તેને તરત જ ઉપાડી લેવી જોઈએ. આમ કરવામાં સંકોચ ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે જો સોનું, હીરા કે ચાંદી ગંદકીમાં પડેલા જોવા મળે, તો તેને તરત જ ઉપાડી લેવા જોઈએ.


આમ ન કરવું એ આ વસ્તુઓનું અપમાન છે-
આ સિવાય ચાણક્ય નીતિમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગંદકીમાં પડ્યા પછી પણ કિંમતી વસ્તુઓની કિંમત ઓછી થતી નથી.


ક્યારેય પોતાની સજ્જનતા છોડશો નહીં-
ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દરેક મનુષ્યમાં સારા અને ખરાબ ગુણો હોય છે. દરેક વ્યક્તિ પોતાના ગુણોને કારણે નાના મોટા હોય છે. તેથી આપણે હંમેશા સારા ગુણો લેવામાં સંકોચ ન કરવો જોઈએ, પછી ભલે તે ગમે ત્યાંથી મળતા હોય. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, જે લોકો આવું કરે છે, તેઓ જીવનમાં હંમેશા પ્રગતિ કરે છે અને મોટું નામ કમાય છે.