અમદાવાદ : વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ રવિવારે 5 જુલાઇને થવાનું છે. ગુરૂપુર્ણિનાં દિવસે થનારુ આ ગ્રહણ 8.38 વાગ્યે ચાલુ થશે અને 11.21 વાગ્યે પુર્ણ થઇ જશે. ચંદ્રગ્રહણનો સમયગાળો 2 કલાકને 43 મિનિટનો રહેશે. આ એક ઉપછાયા ગ્રહણ છે, જેમાં સુતક નથી લાગતું. સામાન્ય રીતે કોઇ પણ ગ્રહણ ચાલુ થયાનાં 12 કલાક પહેલા સુતક કાલ શરૂ થઇ જાય છે, જેમાં કેટલીક ખાસ બાબતોનો ખ્યાલ રાખવો ખુબ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#ZeeNewsWorldExclusive: સમુદ્રમાં ચીનની ઘેરાબંધી, અંડમાનમાં P8i એરક્રાફ્ટ તૈનાત

1. ગ્રહણને ક્યારે પણ ઉઘાડી આંખે ન જોવું જોઇએ. તેના માટે ખાસ બનાવટના ચશ્મા, એક્સ રે ફિલ્મ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. ગ્રહણકાળ દરમિયાન ભોજન બનાવવું કે આરોગવું ન જોઇએ. ગ્રહણ બાદ સ્નાન કરવાથી તેની અસર ઓછી થઇ જાય છે. 
2. ચંદ્રગ્રહણ બાદ વાસી ભોજન, રાતનું બચેલું ભોજન ન કરવું જોઇએ. એવા ભોજનનો ના કરવો જોઇએ. જો ઘરમાં દુધમાંથી બનેલી વસ્તુઓ હોય તો તેને ફેંકવાના બદલે તુલસી પત્ર નાખીને ઉપયોગમાં લઇ શકાય.
3. ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓને ગ્રહણની છાયાથી ખાસ બચવું જોઇએ. કારણ કે ગ્રહણની છાયાનો કુપ્રભાવ ગર્ભસ્થ શિશુ પર પડવાનો ડર રહે છે. આ ઉપરાંત વૃદ્ધ અને પીડિત વ્યક્તિએ પણ બહાર જવાથુ બચવું જોઇએ. 
4. સુતક લાગ્યા બાદ દેવદર્શન વર્જિત માનવામાં આવે છે. જો કે ઉપાસનનાનું બમણું ફળ મળતું હોવાની માન્યતા છે જેથી ઘરે રહીને જ પ્રભુ ભજન કરી શકાય. દેવી દેવતાઓની મુર્તિનો સ્પર્શ ટાળવો જોઇએ. 
5. ગ્રહણ સમયે દેવપુજાને નિષિદ્ધ માનવામાં આવે છે. આ જ કારણે મોટા ભાગના મંદિરો બંધ રહે છે. ગ્રહણનાં 12 કલાક પહેલા જ સુતક લાગવાને કારણે મંદિરના પટ પણ બંધ કરી દેવામાં આવે છે. 
6. ગ્રહણ સમયે વાળ અને નખ ન કાપવા જોઇએ. સિલાઇનું કામ પણ ન કરવું જોઇએ. આ દરમિયાન અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જ યોગ્ય રહેશે. 
7. ગ્રહણ દરમિયાન નવા શુભ કાર્ય ન કરવા જોઇએ અસફળતા પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ દરમિયાન પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ ન બાંધવો જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર