Chandra Grahan 2023: 12 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ પર બનશે આ અદ્ભુત સંયોગ, આ રાશિઓ પર થશે ધનવર્ષા
Chandra Grahan 2023: વૈદિક જ્યોતિષમાં ચંદ્ર ગ્રહણને ખગોળીય ઘટના માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે પૂર્ણિમાની રાત્રે રાહુ અને કેતુ ચંદ્રમાને ગળવાનો પ્રયાસ કરે છે, ત્યારે ચંદ્ર ગ્રહણ લાગે છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે 2023ના છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણ પર 12 વર્ષ બાદ બનાનારા આ ખાસ સંયોગથી કઈ રાશિને લાભ થશે.
Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેએ લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમા પર લાગવાનું છે. આ ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. આ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે, તેથી તે ભારતમાં જોવા મળશે નહીં. સાથે આ ચંદ્ર ગ્રહણનો સૂતકકાળ માન્ય રહેશે નહીં. આ ચંદ્ર ગ્રહણ ખાસ રહેવાનું છે. કારણ કે આ ગ્રહણ પર 12 વર્ષ બાદ ચતુગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે, જેમાં મેષ રાશિમાં સૂર્ય, બુધ, ગુરૂ અને રાહુની યુતિ બનવાની છે.
આ ચતુગ્રહી યોગનો પ્રભાવ ચંદ્ર ગ્રહણના આગામી 10 દિવસ સુધી રહેસે. સાથે 15 મેએ સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશ કરતા આ ચતુગ્રહી યોગનું સમાપન થઈ જશે. સાથે ત્રણ દિવસ સિદ્ધિ યોગ અને વ્યતિપાત યોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. ગ્રહણને મોટી ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ આ શુભ સંયોગને કારણે ગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણ પર બનનાર આ ખાસ સંયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
મેષ રાશિ
ચંદ્ર ગ્રહણ પર બનાનાર આ શુભ સંયોગ મેષ રાશિના જાતકો માટે ખુબ ખાસ ચે. આ ગ્રહણથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. તમારા ઘણા અધુરા કામ પૂરા થશે. આ દરમિયાન તમારા કાર્ય સફળ થશે. આ દરમિયાન કરવામાં આવેલી યાત્રા ફળદાયી રહેશે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે ગ્રહણ શુભ રહેવાનું છે. સંપત્તિમાં રોકાણ કરી શકો છો.
આ પણ વાંચોઃ Grah Nakshatra Parivartan 2023: મેમાં આ ગ્રહોનું ગોચર, બનશે શુભ યોગ, આ જાતકોને મોજ
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ શુભ રહેવાનું છે. કાર્યસ્થળમાં લાભ થવાની સંભાવના છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરવાથી નફો થવાની સંભાવના છે. આ સમયમાં તમે તમારા કાર્યસ્થળ પર એક નવી ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો. આ દરમિયાન તમે તમારા લક્ષ્યો માટે મહેનત કરશો.
ધન રાશિ
આ સમય દરમિયાન સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે અને પરિવારના સભ્યો તથા મિત્રો સાથે તીર્થ યાત્રા પર જઈ શકો છો. છેલ્લા કેટલાક સમયથી તમને શારીરિક સમસ્યા છે તો તેમાંથી છુટકારો મળી શકે છે. ધન રાશિના જાતકો ભાગ્યના ભરોસે નહીં પરંતુ વધુ મહેનત કરશે તો સફળ થશે. સાસરા પક્ષથી સ્થિતિમાં કોઈ ઉતાર-ચઢાવ આવી શકે છે. પરંતુ ધીમે-ધીમે તે સામાન્ય થઈ જશે.
આ પણ વાંચોઃ બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ
મીન
કાર્યમાં સફળતા મળશે. મિત્રો પાસેથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ અને સમાજમાં તમારો યશ વધશે. આ ગ્રહકાળ તમારા ભાગ્યને મજબૂત કરી શકે છે. તમારી યોગ્યતાઓ સાબિત કરવા માટે આગળ વધી કોઈ નવા પડકારનું સમાધાન કરવાની જવાબદારી લઈ શકો છો. આ દરમિયાન કેટલાક ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube