Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત છે. સૂર્યને નવ ગ્રહના સ્વામી પણ કહેવાય છે. સૂર્ય યશ વૈભવ અને પ્રગતિનો કારક ગ્રહ છે. જો કોઈ વ્યક્તિને કારકિર્દીમાં સફળતા જોતી હોય તો સૂર્યની નિયમિત પૂજા કરવી જોઈએ. સૂર્યની પૂજા કરવાથી ભાગ્યોદય થાય છે અને કારકિર્દીમાં સફળતા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહનો દોષ હોય તો તેણે નિયમિત સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સૂર્યની આરાધના કરવા માટે મંત્ર જાપને અતિ લાભકારી કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો:


આવા લોકો સાથે એક ક્ષણ માટે પણ દોસ્તી ન રાખો, ગમે ત્યારે સાપ બનીને દંશ આપશે


ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા


ગુરુ ગ્રહ આ તારીખે વક્રી થઈ ચમકાવશે આ રાશિઓનું નસીબ, કારર્કિદી પહોંચશે સાતમા આસમાને


શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ રોજ સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવતી વખતે નીચે આપેલા મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ માટે સફળતાના દ્વાર ખુલી જાય છે. સાથે જ વ્યક્તિને તેના જીવનમાં યશ અને માન સન્માન પ્રાપ્ત થાય છે.


સૂર્યને જળ ચઢાવતી વખતે બોલવાના મંત્ર


- ૐ નમો ભગવતે શ્રી સૂર્યાય ક્ષી તેજસે નમ: 
- ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્
- નમો ભગવતે શ્રીસૂર્યાયાદિત્યાક્ષિતેજસે હો વાહિનિ વાહિનિ સ્વાહેતિ


સૂર્યને જળ ચઢાવતી વખતે આ વાતનું રાખો ધ્યાન


હંમેશા ઉગતા સૂર્યને જ જળ ચડાવવું જોઈએ. અર્જે દીધા પછી પરિક્રમા કરવી જરૂરી છે. ત્રણ પરિક્રમા કરીને મંત્રનો જાપ કરી ધરતી માતાને સ્પર્શ કરી નમન કરો. શાસ્ત્ર અનુસાર લાલ કપડા પહેરીને સૂર્યને જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવને જે છોડ ચડાવો તેમાં લાલ ચંદન અથવા તો કંકુ ઉમેરી દેવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)