Shakun Shastra: ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા

Shakun Shastra: જીવનમાં બધું જ સારું થવાનું હોય, અચાનક ધન લાભ થવાનો હોય કે કાર્યમાં સફળતા મળવાની હોય તો તેનો સંકેત વ્યક્તિને પહેલાથી જ મળી જાય છે. જરૂરી હોય છે આ સંકેતોને સમજવા. આજે તમને આવા જ કેટલાક સંકેત વિશે જણાવીએ જે દર્શાવે છે કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે.

Shakun Shastra: ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા

Shakun Shastra: જીવનમાં આગળ શું થવાનું છે તેના વિશે જો પહેલાથી જ કોઈ સંકેત મળી જાય તો વ્યક્તિ એલર્ટ થઈ જાય છે. જેમકે કોઈ ખરાબ ઘટના થવાની હોય તો વ્યક્તિ પહેલાથી જ સાવધાન રહે. અને જો કોઈ સારી ઘટના થવાની હોય તો વ્યક્તિ નિશ્ચિત થઈ જાય. સાંભળવામાં આ વાત કદાચ અશક્ય લાગે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવા શુકન વિશે જણાવવામાં આવ્યું છે જે તમારા જીવનમાં ત્યારે થાય છે જ્યારે તમારી સાથે કોઈ શુભ ઘટના ઘટવાની હોય. જો કોઈપણ વ્યક્તિને આવા સંકેત મળે છે તો માની લેવું કે તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જવાનું છે. તો ચાલો તમને જણાવીએ કેટલાક એવા સંકેત વિશે જે ધનલાભ થવાનો હોય તે પહેલા મળે છે.

આ છે ભાગ્ય ખુલવાના સંકેત

આ પણ વાંચો:

- શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં ભગવાનના દર્શન થાય તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ હોય છે કે તે વ્યક્તિની મનોકામના ટૂંક સમયમાં પૂરી થશે.

 - જો તમે જરૂરી કામથી બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને મોર નાચતો જોવા મળે તો સમજી લેવું કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે.

- શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં લાલ રંગના કપડા પહેરેલી સ્ત્રી જોવા મળે તો તે શુભ ગણાય છે. માનવામાં આવે છે કે આવું સપનું અચાનક ધન લાભ થવાનો સંકેત હોય છે.

- જો તમે તમારા ખિસ્સામાં પૈસા મૂકી રહ્યા હોય અને તે નીચે પડી જાય તો તેને શુકન માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર અનુસાર તેનો મતલબ એવો થાય છે કે તમને એટલું ધન મળશે કે તમારે સાચવવું પણ મુશ્કેલ થઈ જાય.

આ પણ વાંચો:

- જો તમે જરૂરી કામથી જઈ રહ્યા હોય અને કોઈ ઘોડો તેનું શરીર ખંજવાળ તો જોવા મળે તો સમજી લેવું કે તમને આર્થિક લાભ થવાનો છે.

- મહત્વના કામ માટે નીકળ્યા હોય અને સામે કોઈ કિન્નર મળે તો પણ શુભ સંકેત ગણાય છે. આવી સ્થિતિમાં સામે મળેલા કિન્નરને હાથમાં થોડા પૈસા આપી દેવા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news