Chaturmas 2023: અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. દેવશયની એકાદશીનો પ્રારંભ દેવશયની એકાદશીથી થાય છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો આવે છે. આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે. ત્યારબાદ ભગવાન દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન 2023ના રોજ છે તેથી આ દિવસથી ચાતુર્માસ શરુ થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે 5 મહિનાનો ચાર્તુમાસ


આ પણ વાંચો:


7 જુલાઈથી આ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બે-બે હાથે ભેગા કરશે રુપિયા


જુલાઈની શરૂઆતમાં આ ગ્રહ રાશિ પરિવર્તન કરી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય


જો ઝાડુ કરતી વખતે કરતાં હોય આ ભુલ તો સુધારી લેજો, કરવાથી ભોગવવી પડે છે દરિદ્રતા


સામાન્ય રીતે ચાતુર્માસ 4 મહિનાનો હોય છે પરંતુ આ વર્ષે ચાતુર્માસની અવધિ 5 મહિનાની હશે કારણ કે આ વર્ષે અધિકમાસ હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો ગણાશે. ચાતુર્માસનો સમય ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ સમય હોય છે. આ સમય દરમિયાન સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં માટે આ સમય દરમિયાન ચાતુર્માસના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. 


ચાતુર્માસ દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ કાર્ય કરવામાં આવે તો ભગવાન નારાજ થાય છે. ચાતુર્માસ દરમિયાન આ નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. અને સાથે જ કેટલાક કાર્ય છે જેને કરવાનું ટાળવું જોઈએ. 


ચાતુર્માસના નિયમો


- ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું. ચાતુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ, ઉપનયન સંસ્કાર, નવો ધંધો શરૂ કરવા જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. પિતૃ પક્ષ ચાતુર્માસમાં આવે છે અને આ સમય દરમિયાન શ્રાદ્ધ અને ભગવાનની ભક્તિ કરવી શુભ છે.


- ચાતુર્માસ દરમિયાન તામસિક ભોજન ન ખાવું જોઈએ. આ 4-5 મહિનામાં લસણ-ડુંગળી, નોન-વેજ, આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.


- ચાતુર્માસમાં નવું કામ કે નવો ધંધો શરૂ કરવાનું ટાળો. આ સમયે શરૂ કરેલા કાર્યો શુભ ફળ આપતા નથી.


- ચાતુર્માસ દરમિયાન કટુ વચન ન બોલવા જોઈએ. એવું કોઈ કામ ન કરવું જેનાથી કોઈને દુઃખ ન થાય.


- ચાતુર્માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ અને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)