Vastu Tips: જો ઝાડુ કરતી વખતે કરતાં હોય આ ભુલ તો સુધારી લેજો, નહીં તો વર્ષો સુધી ભોગવવી પડશે દરિદ્રતા

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર સાવરણી ક્યાં રાખવી, કયા સમયે ઝાડુ કરવું, ઝાડુ કેવી રીતે કરવું તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર નિયમોનું પાલન ન કરવામાં આવે તો સાવરણીનું અપમાન થાય છે, જેના કારણે માતા લક્ષ્મી રુષ્ટ થાય છે.
 

Vastu Tips: જો ઝાડુ કરતી વખતે કરતાં હોય આ ભુલ તો સુધારી લેજો,  નહીં તો વર્ષો સુધી ભોગવવી પડશે દરિદ્રતા

Vastu Tips: ઘરની સાફ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ રોજ કરવામાં છે. પરંતુ સાવરણી સાથે કેટલાક નિયમો પણ જોડાયેલા છે જેનું પાલન કરવું જરૂરી હોય છે. જો તમે આ નિયમોનું પાલન કરતાં નથી તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર સાવરણી ક્યાં રાખવી, કયા સમયે ઝાડુ કરવું, ઝાડુ કેવી રીતે કરવું તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર નિયમોનું પાલન ન કરવામાં આવે તો સાવરણીનું અપમાન થાય છે, જેના કારણે માતા લક્ષ્મી રુષ્ટ થાય છે.

આ પણ વાંચો:

કયા સમયે ઝાડુ ન કરવું
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ઘરની બહાર કામથી જઈ રહી હોય ત્યારે ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી કાર્યમાં સફળતા મળતી નથી. આ સિવાય સંધ્યા સમય પછી પણ ઝાડુ કરવું જોઈએ નહીં.

ભોજન કરતી વખતે ન કરવું આ કામ 

વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ ભોજન બનાવતી હોય અથવા તો જમતી હોય તો ઝાડુનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.  

આ જગ્યાએ ન રાખવો કચરો

ઘરમાં ઝાડુ કર્યા પછી જે કચરો નીકળે છે તેને ક્યારેય ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવો. આ જગ્યાએ ડસ્ટબીન રાખવી જોઈએ નહીં. આમ કરવાથી પરિવાર આર્થિક સંકટમાં ઘેરાઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news