Nail Cutting: દરેક વ્યક્તિને થોડા થોડા દિવસે નખ કાપવા પડે છે. નખ કાપવા માટે શુભ અને અશુભ દિવસનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. નખ કાપતી વખતે દિવસનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જોકે ઘણા લોકો અઠવાડિયાના કોઈપણ દિવસે યાદ આવે ત્યારે નખ કાપી લેતા હોય છે. આમ કરવાથી જીવનમાં નકારાત્મક અસર પણ પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં નખ કયા વારે ન કાપવા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ કયા દિવસે નખ કાપવાથી શુભ ફળ મળે છે તે પણ જણાવાયું છે. જો તમે આ દિવસે નખ કાપો છો તો તેનાથી શુભ ફળ મળે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે નખ કાપવા શુભ


આ પણ વાંચો:


સૂર્યનું ગોચર આ 4 રાશિના લોકો માટે અતિશુભ, 1 મહિનામાં જીવનમાં આવશે મોટું પરિવર્તન


ઘરની અગાસી પર રાખેલી આ વસ્તુ કરી દેશે તમને બરબાદ, રાખી હોય તો આજે જ હટાવી કરો આ કામ


ધારણ કરેલું રત્ન તુટી જાય તો સમજવું તમારી ઘાત ટળી, ધારણ કર્યાની સાથે જ થાય છે અસર


નખ કાપવા માટે સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારનો દિવસ શુભ માનવામાં આવ્યો છે. સોમવારે અને અખ કાપવાથી તમોગુણ ઓછો થાય છે. બુધવારે નખ કાપવાથી કારકિર્દીમાં પ્રગતિ થાય છે. શુક્રવારે નખ કાપવાથી ધન લાભ થાય છે. રવિવારે નખ કાપવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.


અશુભ દિવસ


અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ગ્રહને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવાર, ગુરુવાર અને શનિવાર નો દિવસ નખ કાપવા માટે યોગ્ય નથી. આ દિવસે નખ કાપવાથી મંગળ, ગુરુ અને શનિ ગ્રહનો અશુભ પ્રભાવ જીવન પર વધે છે. આ સાથે જ કોઈ પણ દિવસે સંધ્યા સમય પછી નખ કાપવાની મનાઈ હોય છે. સૂર્યાસ્ત પછી નખ કાપવાથી માતા લક્ષ્મી રુષ્ટ થાય છે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના નખ અને વાળનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે. જો કોઈ વ્યક્તિ નખ અને વાળ સાફ નથી કરતા તો શનિદેવ નારાજ થાય છે અને તેને પીડા સહન કરવી પડે છે સાથે જ ગરીબી પણ ભોગવવી પડે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)