Astro Tips: હિન્દુ ધર્મ અનુસાર દાન કરવું શુભ છે. માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે. કેટલાક ખાસ દિવસોમાં કરેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી પૂર્વમાં કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ યથાશક્તિ દાન કરવાનું રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગુરુ શુક્રની યુતિથી બનશે સમસપ્તક રાજયોગ, 3 રાશિ માટે ખુલશે કુબેરનો ખજાનો


દાન કરવાથી લાભ થાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને દાનમાં આપી દેવાથી જીવનમાં જે સુખ-શાંતિ હોય તે પણ છીનવાઈ જાય છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં દરિદ્રતા વધવા લાગે છે. તેથી જ દાન કરતા પહેલા કેટલાક નિયમો વિશે જાણવું જરૂરી છે જેથી નુકસાન થી બચી શકાય. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને દાનમાં આપવાથી પુણ્ય નથી મળતું પરંતુ જીવનમાં સંકટને આમંત્રણ મળે છે. 


કઈ 5 વસ્તુઓ દાનમાં ન આપવી ?


આ પણ વાંચો: આ 3 રાશિવાળાઓ માટે ઓક્ટોબર મહિનો શુભ, 4 ગ્રહોના ગોચરથી ધનલાભ સહિતના ફાયદા થશે


1. હિન્દુ ધર્મ અનુસાર સાવરણીનો સંબંધ ધનના દેવી માં લક્ષ્મી સાથે છે. તેથી જ ક્યારેય કોઈને સાવરણી દાનમાં આપવી નહીં. સાવરણીનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા વધે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 


2. શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ કોઈને સ્ટીલના વાસણ પણ દાનમાં આપવા નહીં. સ્ટીલના વાસણ દાન કરવાથી ઘરની સુખ-શાંતિ પણ જતી રહે છે. તેથી ભૂલથી પણ કોઈને સ્ટીલના વાસણ દાનમાં આપવા નહીં. 


આ પણ વાંચો: Shani Gochar: 27 ડિસેમ્બર સુધી ઠાઠમાં રહેશે 3 રાશિવાળા, શનિની બેવડી ચાલ કરશે માલામાલ


3. કોઈ વ્યક્તિને ક્યારેય ગિફ્ટમાં કે દાનમાં ચાકુ, છરી, કાતર જેવી ધારદાર વસ્તુઓ આપવી નહીં. આવી વસ્તુઓનું દાન કરવાથી સંબંધો ખરાબ થાય છે અને કલેશ વધે છે. 


4. અન્નદાન સૌથી મોટું દાન છે. પરંતુ જો તમે ગરીબ અને ભૂખ્યા લોકોને એવું ભોજન આપો છો જે વધેલું હોય અથવા તો વાસી હોય તો તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા વધશે. તેથી હંમેશા તાજુ અન્ન દાનમાં આપવું.


આ પણ વાંચો: Weekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે


5. ધાર્મિક માન્યતા અનુસાર તેલનું દાન કરવાથી ન્યાયના દેવતા શનિદેવ પ્રસન્ન થાય છે. પરંતુ જો વાપરેલા તેલનું દાન કરવામાં આવે તો જીવનમાં અપાર સમસ્યાઓ આવવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)