ક્યારેક ક્યારેક આપણા ખર્ચ વધી જાય છે. ઘરેલુ ખર્ચ કે કોઈ અનધાર્યા ખર્ચાને પહોંચી વળવા માટે ઉધાર લેવું પડતું હોય છે અને એકવાર ઉધારીના દળદળમાં ઘૂસો એટલે કરજ વધતું જાય છે. પરંતુ અમે તમને જ્યોતિષના કેટલાક ઉપાય જણાવીશું જે તમને આ  કરજથી મુક્તિના રસ્તા ખોલવામાં મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ ધર્મમાં વિવિધ વૃક્ષોને વિશેષ મહત્વ અપાયું છે. કેટલાક ઝાડના ટોટકા એવા છે જે અજમાવવાથી કરજની ઝંઝાળમાંથી મુક્ત થઈ શકાય છે. તુલસીથી લઈને શમિ અને પીપળના ઝાડના ટોટકા ઉપરાંત અર્જૂનની છાલના ઉપાય પણ કારગર નીવડી શકે છે. આજે અમે તમને અર્જૂનના વૃક્ષની છાલના ઉપાય વિશે જણાવીશું જે સરળતાથી તમને કરજમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો ખોલશે. 


અર્જૂનના વૃક્ષની છાલ
અર્જૂનના વૃક્ષની છાલને લાલ કપડાંમાં લપેટીને ઘરમાં પૂજા ઘરના આસન પર માતા લક્ષ્મીને સમર્પિત કરો. પૂજા બાદ અર્જૂન વૃક્ષની છાલને આ લાલ કપડાંમાં લપેટીને નદીમા જળમાં પ્રવાહિત કરો. તમે બધા પ્રકારના કરજમાંથી મુક્ત થશો. અર્જૂનના વૃક્ષની છાલ પર લાલ ચંદનના છાંટા કરો. ત્યારબાદ લાલ કપડાંમાં લપેટીને ઘરની અલમારી કે લોકરમાં મૂકી દો. તમે કરજની જાળમાંથી મુક્ત થઈ જશો. આ સાથે જ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. 


સાંજના સમયે અર્જૂનના ઝાડની છાલ અને કપૂરનો એક ટુકડો એક સાથે બાળો. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને કરજની કાળી છાયામાંથી મુક્તિ મળશે. જો વેપારમાં વારંવાર ખોટ જતી હોય તો અર્જૂનના ઝાડની છાલને લાલ કપડાંમાં લપેટીને ગળામાં બાંધી લો. તમને વેપારમાં ફાયદો થશે અને તમે તમામ પ્રકારના નુકસાનથી બચી જશો.