Maa Narmada : માં નર્મદા જયારે મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. ત્યાં કેવડિયા ખાતે નર્મદા નદી પર ડેમ બનાવામાં આવ્યો છે. અમરકંટકથી નીકળતી નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પણ કેવડિયાથી આગળ જતા ગરુડેશ્વર અને તિલકવાડાની વચ્ચે માં નર્મદા ઉત્તરવાહિની વહી રહી છે. એટલે કે નર્મદા નદી ગરુડેશ્વરથી તિલકવાડા સુધી ઉત્તર દિશામાં વહી રહી છે. સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. ત્યારે જ્યાંથી માં નર્મદા ઉત્તરવાહિની થાય છે, એટલે કે નાંદોદ તાલુકાના રામપુરા કીડીમકોડી ઘાટની ચૈત્ર માસની એકમથી ચૈત્ર માસની અમાસ સુધી એટલે કે 30 દિવસ આ પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો મા રેવાની પરિક્રમા માટે નીકળી પડ્યા છે. આજે રવિવાર હોવાને કારણે પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળી રહ્યાં છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. હાલ ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નાની પરિક્રમા અને મોટી પરિક્રમા
આ પરિક્રમાના રૂટની વાત કરીયે તો, રામપુરા ગામથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરા, માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણ-વાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીયે ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ ગણાઈ છે. જ્યારે મોટી પરિક્રમા એટલે કે અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા શરૂ થતી હોઈ છે. જો આ કરવી હોઈ તો 36 હજાર 600 કિલોમીટરની પરિક્રમા છે. જેને પુરી કરતા લગભગ 3 વર્ષ અને 6 મહિના જેટલો સમય લાગે છે. 


દમણમાં મોજ કરવા જાઓ તો સાવધાન રહેજો, આ ચોર ખુલ્લેઆમ ફરી રહ્યો છે : CCTV


ચૈત્ર મહિનાની પરિક્રમાનું મહત્વ
જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતા લગભગ 5 થી 7 કલાકનો સમય લાગે છે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો લાભ ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ લઈ રહ્યા છે. 


આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે. 


ગુજરાતમાં આતંક મચાવનારી સાળા-બનેવીની જોડી પકડાઈ, 51 મંદિરોમાં કરી હતી હાથસફાઈ