Shukrawar Ke Upay: હિન્દુ શાસ્ત્ર અનુસાર સપ્તાહના સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ ધનનાદેવી માં લક્ષ્મીની પૂજા કરવા માટે વિશેષ ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે ધનના દેવી માં લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શુક્રવારની રાત્રે જ્યોતિષીય ઉપાય કરવાથી કરજથી મુક્તિ મળે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય, શુક્રનું થશે મિલન, ધન સહિત 3 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે પ્રગતિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને પરિવારમાં માહોલ હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તો શુક્રવારની રાત્રે માતા લક્ષ્મી સંબંધીત આ ગુપ્ત ઉપાય અચૂક કરવા. 


શુક્રવારના અચૂક ઉપાય


આ પણ વાંચો: આ રાશિ પર હંમેશા રહે છે સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન


1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક દિવસનું ખાસ મહત્વ છે. પરંતુ શુક્રવારની સવાર નહીં પરંતુ રાતની પૂજા વિશેષ ગણાય છે. શુક્રવારે સવારે તુલસીના છોડમાં જળ અર્પણ કરી સાંજના સમયે તુલસી સામે દીવો કરવો. માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની કૃપા પ્રાપ્ત થાય છે.


2. જો લાંબા સમયથી પૈસાની તંગીથી તમે પરેશાન છો તો શુક્રવારની રાતે માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ માતા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો. માતા સામે સુગંધી અગરબત્તી પ્રગટાવો. આ રીતે પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 


આ પણ વાંચો: Rahu Shukra Yuti: મીન રાશિમાં શુક્ર અને રાહુનું થશે મિલન, કર્ક સહિત 4 રાશિને થશે લાભ


3. જો તમને નોકરી કે વેપારમાં સમસ્યા આવી રહી છે તો શુક્રવારની રાતે આ ઉપાય કરવો. એક ગુલાબી રંગનું કપડું લેવું અને તેના પર શ્રી યંત્ર અને અષ્ટલક્ષ્મી નો ફોટો સ્થાપિત કરો. ત્યાર પછી નિયમિત તેની પૂજા કરો. તેનાથી કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. 


4. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી પૈસાથી ભરેલી રહે તો એક લાલ રંગના કપડામાં સાત કોડી બાંધીને તિજોરીમાં શુક્રવારે મૂકી દો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી તિજોરી પર હંમેશા રહેશે.


આ પણ વાંચો: Vipreet Raj Yoga: 31 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય 4 રાશિઓ માટે અતિશુભ, થશે ધન લાભ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)