Laung Totke: માલામાલ કરી શકે છે લવિંગના આ ટોટકા, ક્યારેય ખાલી નહીં રહે તિજોરી
Laung Totke: જ્યોતિષ શાસ્ત્રમાં લવિંગનું ખૂબ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અને પરિવર્તન દરેક વ્યક્તિ પર અસર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોના દોષ દુર કરવા અને તેને શાંત કરવા માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
Laung Totke: લવિંગનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. એટલે કે લવિંગ ઘરમાં સરળતાથી મળી રહેતી વસ્તુ છે. આજે તમને લવિંગના કેટલાક ઉપાયો વિશે જણાવીએ. જ્યોતિષ શાસ્ત્રમાં લવિંગનું ખૂબ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અને પરિવર્તન દરેક વ્યક્તિ પર અસર કરે છે. આવી સ્થિતિમાં ગ્રહોના દોષ દુર કરવા અને તેને શાંત કરવા માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લવિંગના ઉપાયથી આર્થિક સંકટ, કરજ સહિતની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.
નકારાત્મક ઊર્જા દૂર કરવા
ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે રવિવારે 5 લવિંગ અને 3 એલચી લઈ તેને ઘરના મંદિરમાં કપૂર સાથે સળગાવો. આ પછી આખા ઘરમાં તેને ફેરવો.
આ પણ વાંચો:
Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરી લેવા આ ઉપાય, શનિ દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
બુધની સીધી ચાલ આ રાશિના લોકોની ભરી દેશે તિજોરી, દિવસ-રાત ગણવા પડશે રુપિયા
Apara Ekadashi 2023: અપરા એકાદશી કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રતની વિધિ
રાહુ-કેતુની અસર
રાહુ કે કેતુની અસરથી બચવા માટે શનિવારે 21 લવિંગનું દાન કરો. 11 શનિવાર સુધી આ ઉપાય કરવાથી રાહુ દોષના કારણે થતી સમસ્યાઓ દૂર થઈ જશે.
સફળતા મેળવવા માટે
જો કોઈ વ્યક્તિનું કોઈ કામ લાંબા સમય સુધી અટકેલું હોય અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા ન મળી રહી હોય તો મંગળવારે ચમેલીના તેલનો દીવો એક જોડી લવિંગ ઉમેરીને કરવો આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તે કાર્યમાં આવતી અડચણો દૂર થશે.
કરજ મુક્તિ માટે
જો તમે કરજના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો શુક્રવારે 5 લવિંગ અને 5 કોડી લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી તમને કરમાંથી મુક્તિ મળશે.
આર્થિક સ્થિતિ સુધારવા
જો ઘરમાં પૈસા આવે પણ ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કરો. પૂજા દરમિયાન માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ અને બે લવિંગ અર્પણ કરો. આવું કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે અને આર્થિક તંગી દૂર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)