Apara Ekadashi 2023: અપરા એકાદશી કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રત કરવાની વિધિ અને કઈ તારીખે કરવું વ્રત
Apara Ekadashi 2023: આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને કરવાથી જીવના કષ્ટ અને પાપોમાંથી મુક્તિ મળે છે. અપરા એકાદશી કરનાર વ્યક્તિ જીવન પૂર્ણ કરી સ્વર્ગલોકને પામે છે. સાથે જ આ વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
Trending Photos
Apara Ekadashi 2023: જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આજે અગિયારસ આવે છે તેને અપરા એકાદશી કહેવાય છે. આ એકાદશીનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. આ એકાદશીનું વ્રત બધા જ પાપમાંથી મુક્ત કરનાર છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને કરવાથી જીવના કષ્ટ અને પાપોમાંથી મુક્તિ મળે છે. અપરા એકાદશી કરનાર વ્યક્તિ જીવન પૂર્ણ કરી સ્વર્ગલોકને પામે છે. સાથે જ આ વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવડત આ વર્ષે 15મી 2023 અને સોમવારે કરવામાં આવશે.
આ પણ વાંચો:
વ્રત કરવાની વિધિ
અપરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દશમના દિવસે જવ, ઘઉં અને મગ જેવા પદાર્થ ખાઈને એક જ વખત ભોજન કરવું જોઈએ. ત્યાર પછી એકાદશીના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી ભગવાન વિષ્ણુ તેમ જ લક્ષ્મીજીની પૂજા કરવી. સાથે જ ભગવાનને કેળા કેરી પીડા ફૂલ ચંદન ચડાવી અને પીળા વસ્ત્ર ધારણ કરાવવા. સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. અગિયારસના દિવસે ભગવાનનું સ્મરણ કરતા રહેવું અને વ્રત કરવું. એકાદશીના પારણા બારસના દિવસે કરવા જોઈએ. આ રીતે વ્રત કરવાથી વ્યક્તિના પાપનો નાશ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે
અપરા એકાદશીનું મહત્વ
ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર ને આ વ્રતનું મહત્વ જણાવ્યું હતું. ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે જે વૈદ છે પરંતુ ગરીબની સારવાર નથી કરતા, ગુરુ છે પણ જરૂરિયાત મંદને નથી ભણાવતા, શક્તિશાળી છે પણ દિવ્યાંગ ની મદદ નથી કરતા, ધનવાન હોવા છતાં ગરીબની મદદ નથી કરતા તેવા લોકો મૃત્યુ પછી નર્કમાં જાય છે. પરંતુ જે લોકો કપડા એકાદશીનું વ્રત કરે છે તેને આ પ્રકારના પાપમાંથી પણ મુક્તિ મળી જાય છે અને તે નિષ્પાપ થઈને વૈકુંઠ પ્રાપ્ત કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે