Dhan Labh Upay: રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, ધન પ્રાપ્તિના સર્જાય છે યોગ
Dhan Labh Upay: શિવપુરાણમાં ભગવાન શિવના વિવિધ રૂપ, તેમના અવતારો, જ્યોતિર્લિંગ સંબંધિત વિવરણ મળે છે. સાથે જ શિવપુરાણમાં કેટલાક ચમત્કારી ઉપાયો વિશે પણ જણાવાયું છે. આ ઉપાયો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારે છે.
Dhan Labh Upay: હિન્દુ ધર્મ અનુસાર 18 પુરાણોમાંથી એક શિવપુરાણ પણ છે. શિવપુરાણને મહાપુરાણ પણ કહેવાય છે કારણ કે 18 પુરાણમાં તે સૌથી વધુ વંચાતું પુરાણ છે. શિવપુરાણમાં શિવજીનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં શિવપુરાણમાં શિવ ભક્તિનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો છે. શિવપુરાણમાં છ ખંડ અને 24 હજાર શ્લોક છે..
શિવપુરાણમાં ભગવાન શિવના વિવિધ રૂપ, તેમના અવતારો, જ્યોતિર્લિંગ સંબંધિત વિવરણ મળે છે. સાથે જ શિવપુરાણમાં કેટલાક ચમત્કારી ઉપાયો વિશે પણ જણાવાયું છે. આ ઉપાયો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારે છે. શિવપુરાણ અનુસાર જીવનમાં અક્ષય પુણ્ય ફલ પ્રાપ્ત કરવું હોય તો રાત્રિના સમયે શિવલિંગ પાસે દીવો કરવો જોઈએ. રાત્રે નિયમિત રીતે શિવલિંગ પાસે દીવો કરવાથી જીવનમાં ચમત્કાર જોવા મળે છે. આજે તમને શિવપુરાણમાં દર્શાવેલા આ ઉપાય વિશે વિગતવાર જાણકારી આપીએ.
આ પણ વાંચો: Shaniwar Upay: જીવનના બધા જ દુ:ખ અને તકલીફોને દુર કરશે 8 શનિવારનો આ ઉપાય
શિવપુરાણમાં દર્શાવેલા આ ઉપાયને કરવાથી કોઈપણ વ્યક્તિ રાતોરાત માલામાલ બની શકે છે. તેના જીવનમાં ધન લાભના યોગ સર્જાવવા લાગે છે. પૌરાણિક પરંપરા અનુસાર નિયમિત રીતે રાત્રે 11 થી 12:00 વાગ્યાની વચ્ચે શિવલિંગ પાસે દીવો કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. શિવપુરાણ અનુસાર પ્રાચીન સમયમાં એક ગુણાનિધિ નામનો ગરીબ વ્યક્તિ હતો. તે પોતાની ભૂખ મિટાવવા માટે ભોજનની શોધમાં નીકળ્યો હતો. તે ભોજન શોધતો શોધતો એક શિવ મંદિરમાં પહોંચી ગયો. તે થાકી ગયો હતો તેથી તેને મંદિરમાં જ રાત્રે આરામ કરવાનું વિચાર્યું. પરંતુ મંદિરમાં રાત્રે અંધારું હતું તેથી અંધારાને દૂર કરવા માટે તેણે ત્યાં દીવો કર્યો.
આ પણ વાંચો: Astro Tips: મનની ઈચ્છા પુરી કરવા અપનાવો આ 4 અચૂક ઉપાયો, તુરંત થશે મનોકામના પુરી
ગુણાનિધિ ના આ કામથી રાત્રે શિવજી સમક્ષ પ્રકાશ થયો. દીવો કરવાના પુણ્યના ફળ સ્વરૂપે તે વ્યક્તિ તેના બીજા જન્મમાં દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ બન્યા. આ કથા અનુસાર જો કોઈ વ્યક્તિ રાતના સમયે શિવલિંગ પાસે દીવો કરે છે તો તે વ્યક્તિને જીવનમાં ધન, યશ, અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)