Elaichi Totke: જો તમારા જીવનમાં પણ ધનની આવક થતી હોય પરંતુ ધન તમારી પાસે ટકતું ન હોય અને જીવનમાં આર્થિક સમસ્યાઓ સતત રહેતી હોય તો આજે તમને એક એવો ઉપાય જણાવ્યા જેને કરીને તમે અમીર બનવાનું સપનું પૂરું કરી શકો છો. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એલચીના આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. એલચીના આ ઉપાય કરવાની સાથે તમારા જીવનમાંથી  ધન સંબંધિત સમસ્યા દુર થવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલચીના ચમત્કારી ઉપાયો


આ પણ વાંચો: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ


- જે લોકો ધન પ્રાપ્ત કરવા માંગે છે તેમણે ગુરુવારના દિવસે પીળા કપડામાં પાંચ એલચી બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દેવી જોઈએ. ત્યાર પછી રોજ તેની સામે દીવો અને ધૂપ કરવા આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે.


- જો કોઈ વ્યક્તિ સારી નોકરી શોધી રહી હોય અથવા તો ચાલુ નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો રોજ રાત્રે સુતા પહેલા પોતાના તકિયા નીચે એક એલચી રાખી દેવી બીજા દિવસે સવારે એલચી અને થોડી દક્ષિણા કોઈ ગરીબને દાનમાં આપી દેવી આમ કરવાથી નોકરીમાં સફળતા મળે છે.


જે વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષામાં સફળ થવા માંગે છે તેમણે રાત્રે સૂતી વખતે એલચી વાળું દૂધ પીવું જોઈએ સાથે જ માતા સરસ્વતીના મંત્રનો જાપ કરવો જોઈએ. 


- જો કોઈ પત્નીનો તેના પતિ સાથે અણબનાવ ચાલતો હોય તો આ સમસ્યાથી બચવા માટે રવિવારના દિવસે એક એલચી ઓશિકા નીચે રાખી દો. બીજા દિવસે સવારે આ એલચીને ચામાં મિક્સ કરી ચા પતિને પીવડાવી દો.


આ પણ વાંચો: સુતી વખતે પલંગ પાસે ન રાખવી આ વસ્તુઓ ક્યારેય, રૂપિયાની તંગી સર્જાતા વાર નહીં લાગે


- જે યુવક સુંદર પત્ની શોધી રહ્યો છે તેણે ગુરુવારે પાંચ એલચી પીળા કપડામાં બાંધીને પોટલી બનાવી કોઈ ગરીબને દાન કરી દેવી, સાથે જ યથાશક્તિ દક્ષિણા પણ આપવી. આમ કરવાથી મનની ઈચ્છા ઝડપથી પૂરી થાય છે.


- જો તમે કોઈ મહત્વના કામથી બહાર જતા હોય તો ઘરેથી નીકળતી વખતે એક એલચી ખાઈ લેવી આમ કરવાથી તમારું કામ સફળ થશે. 


- જો તમારી પાસે ધન આવે છે પરંતુ ધન ટકતું નથી તો શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં પાંચ એલચી અર્પણ કરો ત્યાર પછી માતાની પૂજા કરો. પૂજા કર્યા પછી એલચીને તિજોરીમાં અથવા પર્સમાં રાખી દો. આમ કરવાથી ધનની તંગી દૂર થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)