Dhan Raj Yog 2023: આજના સમયમાં દરેક જીવનમાં સફળતા અને ધનની કામના કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રોની યુતિથી ઘણા શુભ યોગ બને છે. તેમાંથી એક યોગ ધનની પ્રાપ્તિ કરાવે છે, જેને વૈદિક જ્યોતિષમાં ધન યોગના રૂપમાં ઓળખવામાં આવે છે. ધન યોગ 6 એપ્રિલ 2023ના બની ચુક્યો છે અને દરેક રાશિના લોકોના જીવનને અલગ-અલગ રીતે પ્રભાવિત કરી રહ્યો છે. પરંતુ ધન યોગથી ત્રણ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થશે. જાણો આ ત્રણ રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ વૃષભ રાશિને ધન રાજ યોગથી ખુબ લાભ થયો છે અને તેને સારો સમય શરૂ થઈ ગયો છે, કારણ કે તમારી કુંડળીનો સ્વામી દશમ ભાવમાં છે. સાથે 6 એપ્રિલે શુક્રએ લગ્ન ભાવમાં પ્રવેશ કર્યો અને તમારી કુંડળીમાં હવે શશ, માલવ્ય અને લક્ષ્મી યોગ બની રહ્યાં છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થયો છે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. જે લોકો કામ શોધી રહ્યાં છે તેને રોજગાર મળી રહ્યો છે. 


આ પણ વાંચોઃ Job Promotion Tips: તમારે પણ નોકરીમાં જોઈએ ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન? કરી લો આ 5 ઉપાય


મકર રાશિઃ શુક્ર દ્વારા વિકસિત આ ધન રાજ યોગ મકર રાશિના જાતકો માટે લાભદાયક સિદ્ધ થયો છે. 6 એપ્રિલે શુક્રનું ભાગ્ય ભાવમાં આવવું શુભ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમારા કામમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. ખાસ કરીને વેપારીઓ માટે આ દરમિયાન વધુ લાભનો યોગ છે. તો બીજી તરફ શનિ, ધન, વાણી સંપત્તિ કે તમારી દ્રષ્ટિગોચર કુંડળીના ભાવમાં છે. આ જાતકોની આર્થિક સ્થિતિ સારી હોય છે. આ દરમિયાન કુંવારા જાતકોને કોઈ સાથી મળી શકે છે. પરંતુ આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. 


કુંભ રાશિઃ શુક્રએ આ ધન રાજ યોગનું નિર્માણ કર્યું છે અને તમારી કુંડળી માટે ખુબ ભાગ્યશાળી સાબિત થયો છે. શુક્ર જે તમારી કુંડળીના ચોથા ભાવમાં છે, જ્યોતિષમાં ભાગ્યનો સ્વામી છે. આ સમયે ધન આગમન માટે નવા માર્ગ ખુલી શકે છે અને તમે અજાણ્યા સ્ત્રોતમાંથી ધન પ્રાપ્ત કરી શકો છો. માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમારી છુપાયેલી પ્રતિભા બીજાની સામે આવશે. આ દરમિયાન તમે વિદેશ યાત્રાનું પ્લાનિંગ કરી શકો છો. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube