Dhanteras 2023: ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે. આ દિવસે લોકો સોના-ચાંદીની વસ્તુઓ, વાસણો, કાર સહિતની નવી વસ્તુઓ ખરીદે છે. એવું કહેવાય છે કે આ દિવસે શુભ ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તેમજ ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ધનતેરસના દિવસે પૂજાની સાથે કેટલાક ઉપાયો પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે આ ઉપાયો અજમાવવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલે છે અને વ્યક્તિ ધનવાન બને છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસના દિવસે કરો આ ઉપાય


આ પણ વાંચો: દિવાળીની રાત્રે કરેલા આ ટોટકા રુપિયાથી ભરી દેશે ઘર, ભુલ્યા વિના કરી લેજો આ ઉપાય


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ભગવાન કુબેરનો ફોટો તિજોરીમાં રાખવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તિજોરીમાં કુબેર ભગવાનનો ફોટો રાખવાથી તિજોરી ક્યારેય ખાલી થતી નથી અને ધનની આવક વધે છે.


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેને મંદિરમાં રાખતા પહેલા મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો અને તેને લાલ કપડા પર સ્થાપિત કરો. ભગવાન ધન્વંતરીની મૂર્તિ મંદિરમાં રાખવાથી રોગોથી મુક્તિ મળે છે.


-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે કુબેર ભગનાનની મૂર્તિ મંદિરમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે. મંદિરમાં ભગવાન કુબેરની મૂર્તિ રાખવાથી ધનનો ભંડાર ખુલે છે. તેને સ્થાપિત કર્યા પછી દરરોજ તેની પૂજા કરવી જોઈએ.


આ પણ વાંચો: રાશિફળ 1 નવેમ્બર: સિંહ અને ધન રાશિના લોકો આજે રહે સાવચેત, જાણો કેવો રહેશે તમારો દિવસ


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ચોખા, મીઠું, ખાંડ વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. 


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસની સાંજે 13 દીવા પ્રગટાવવા શુભ છે. કહેવાય છે કે આમ કરવાથી ધનની આવકના રસ્તા ખુલે છે.  તેની સાથે ધનતેરસની રાત્રે ઘરના દરેક ખૂણામાં 13 કોડી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)