Diwali 2023: દિવાળીની રાત્રે કરેલા આ ટોટકા રુપિયાથી ભરી દેશે ઘર, ભુલ્યા વિના કરી લેજો આ ઉપાય

Diwali 2023: દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. જે વ્યક્તિ દિવાળીના દિવસે આ ઉપાય કરી લે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે દિવાળીની રાત્રે એવા કયા ઉપાય છે જેને કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

Diwali 2023: દિવાળીની રાત્રે કરેલા આ ટોટકા રુપિયાથી ભરી દેશે ઘર, ભુલ્યા વિના કરી લેજો આ ઉપાય

Diwali 2023: હિન્દુ ધર્મમાં દિવાળી સૌથી મોટો તહેવાર હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસ થી થાય છે અને ભાઈબીજ સુધી આ તહેવાર ચાલે છે. અમાસના દિવસે દિવાળીની ઉજવણી થાય છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી ઉજવાશે. આ દિવસે બધા લક્ષ્મી અને ગણેશજીને પૂજા કરવાની સાથે લોકો કેટલાક ઉપાય પણ કરતા હોય છે જે ખૂબ જ કારગર અને શુભ ફળ આપનારા છે 

દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. જે વ્યક્તિ દિવાળીના દિવસે આ ઉપાય કરી લે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે દિવાળીની રાત્રે એવા કયા ઉપાય છે જેને કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

ધનપ્રાપ્તિ માટેના ઉપાય

ચણાની દાળનો ઉપાય

દિવાળીના દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ગણેશજી અને લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરો. પૂજામાં તેમને ચણાની દાળ અર્પણ કરો. પૂજા પછી દાળને પીપળાના ઝાડમાં ચડાવો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે.

ગણેશ યંત્રનો ઉપાય

દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો ઘરના મંદિરમાં લક્ષ્મી ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ યંત્રની સ્થાપના કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા હંમેશા વ્યક્તિ પર રહે છે.

સફેદ મીઠાઈ

દિવાળીના દિવસે માતા લક્ષ્મી ને સફેદ મીઠાઈ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિના જીવનમાંથી કરજ દૂર થાય છે. પ્રસાદમાં ચડાવેલી મીઠાઈ ને કોઈ ગરીબ વ્યક્તિને પ્રસાદમાં આપવી.

પીપળા નીચે દીવો

કોઈ વ્યક્તિ લાંબા સમયથી આર્થિક સમસ્યાથી પરેશાન હોય તો તેને દિવાળીની રાત્રે પીપળાના ઝાડ નીચે સાત દીવા કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને ધન લાભ થાય છે.

તુલસીની માળા

દિવાળીના દિવસે સવારે સ્નાનાદી કર્મ કરીને માતા લક્ષ્મીને તુલસીની માળા અર્પણ કરવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન વૃદ્ધિ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news