Maa Narmada : આપણું ભારત ઋષિમુનીઓનો દેશ કહેવાય છે. જ્યાં અનેક પવિત્ર નદીઓ ખળખળ વહે છે અને દેશના કરોડો નાગરિકોની તરસ છીપાવે છે. ગુજરાત મા નર્મદાને કઈ રહી તે ભૂલી શકે? મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળતા મા નર્મદા મધ્ય ગુજરાત જ નહીં પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની તરસ ઠારે છે. નર્મદાનું જળ જેટલું મહત્વપૂર્ણ છે તેટલું જ નર્મદા નદીનું ધાર્મિક મહત્વ છે. દેશની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. ત્યારે જુઓ મા નર્મદાની પરિક્રમા પર અમારો આ ખાસ અહેવાલ. 


  • ગુજરાત માટે જે છે તારણહાર

  • જેના સ્મરણથી થાય છે પુણ્યની પ્રાપ્તિ

  • ખળખળ વહે છે જેનું અવિરત પાણી 

  • જેની થાય છે પૂજા-અર્ચના અને આરતી

  •  એ મા નર્મદાને નમન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત અને ગુજરાતીઓ મા નર્મદાના આશીર્વાદ ક્યારે ભૂલી શકે તેમ નથી. એ મા નર્મદા જે નીકળે છે તો મધ્યપ્રદેશના અંમરકંટકમાંથી પણ તેમનું નિર્મળ જળ આખા ગુજરાતને મળે છે. પછી સિંચાઈ માટે કે પીવા માટે. ગુજરાતની જીવાદોરી મા નર્મદાએ ગુજરાતને જે આપ્યું છે તેની કલ્પના પણ ન કરી શકાય. નર્મદા જેટલી મહત્વની છે તેટલી જ તે પવિત્ર પણ છે. દેશની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. કહેવાય છે કે નર્મદાની પરિક્રમા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી જ અનેક શ્રદ્ધાળુઓ આસ્થા અને ઉમંગ સાથે મા નર્મદાની દર વર્ષે પરિક્રમા કરે છે. 


ગુજરાતની બહેન-દીકરીઓની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો, નહિ તો આવા હાલ થશે


દેવ ઉઠી અગિયારથી શરૂ થતી મા નર્મદાની પરિક્રમા 5થી 6 મહિના સુધી ચાલે છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં અનેક આસ્થાના કેન્દ્રો અને આશ્રમો આવે છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થયેલી પરિક્રમાનો નર્મદા જિલ્લામાં પ્રવેશ થયો છે. આ પરિક્રમાવાસીઓએ નર્મદાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી અને ગરુડેશ્વર થઈ ભરૂચ જવાના રવાના થયા. હાડ થીજવતી ઠંડી અને અનેક કિલોમીટરનું અંતર છતાં પરિક્રમાવાસીઓમાં જે ઉત્સાહ છે તે મા નર્મદા પ્રત્યે તેમને શ્રદ્ધા અને ભગતીને પ્રગટ કરે છે. 


મા નર્મદાની પરિક્રમા 


  • દેવ ઉઠી અગિયારથી શરૂ થતી પરિક્રમા 5થી 6 મહિના ચાલે છે

  • 3600 કિલોમીટરની પરિક્રમામાં આસ્થાના કેન્દ્રો, આશ્રમો આવે છે


એવા ઘણા દેશવાસીઓ છે જે માત્ર નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે. નર્મદાની પરિક્રમા સૌથી કઠીન પણ માનવામાં આવે છે. પરંતુ શ્રદ્ધા અને આસ્થા સાથે નીકળનારા પરિક્રમાવાસીઓને એવી કોઈ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. મા નર્મદાના ગુણગાન ખુદ ભગવાને પણ ગાયા છે અને અનેક ધાર્મિક ગ્રંથોમાં નર્મદાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની જીવાદોરી અને જેના પવિત્ર અને નિર્મળ જળનો સૌ ગુજરાતીઓ લાભ લઈ રહ્યા છે તે તમામ વતી મા નર્મદાને નમન....નમામિ દેવી નર્મદે....
 
સમગ્ર વિશ્વમાં એક માત્ર નદી છે નર્મદા કે જેની પરિક્રમા કરવામાં આવે છે. માં નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચના દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે.  નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરૂડેશ્વર થઈને ભરૂચ જવા રવાના થયા છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી  ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે. 


ગુજરાતની બહેન-દીકરીઓની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો, નહિ તો આવા હાલ થશે