Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ અન્ય ગ્રહોની સરખામણીમાં સૌથી ધીમી ચાલે ગતિ કરે છે. શનિ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. શનિ ગ્રહના પરિવર્તનને લઈને લોકોના મનમાં પણ ડર રહેલો હોય છે કારણ કે તેઓ કર્મ અનુસાર વ્યક્તિને ફળ આપે છે. આ વર્ષે 30 વર્ષ પછી શનિ ગ્રહે પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. જોકે હાલ શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. પરંતુ 4 નવેમ્બરે શનિ વક્રીમાંથી માર્ગી થશે. દિવાળી પહેલા શનિ માર્ગી થશે જેના કારણે ત્રણ રાશિના લોકો માલામાલ થઈ જશે. આ ત્રણ રાશીના લોકો માટે દિવાળી ખરેખર લાભકારી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ માર્ગી થઈ 3 રાશિના લોકોને કરાવશે લાભ


આ પણ વાંચો:


15 સપ્ટેમ્બરથી દિવસ-રાત નોટો છાપશે આ રાશિના લોકો, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત નફો


ગુરુના વક્રી થવાથી બનશે અમલા રાજયોગ, મિથુન સહિત 3 રાશિના લોકો માટે સમય અતિ ફળદાયી


આજથી 31 ડિસેમ્બર સુધીનો સમય 5 રાશિઓ માટે સમય ભયંકર, વક્રી ગુરુ તિજોરી કરાવશે ખાલી


વૃષભ રાશિ


શનિ માર્ગી થઈને વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે. આ સમય દરમિયાન કારકિર્દીમાં ભાગ્યનો સાથ મળશે. બિઝનેસ કરતા લોકોને પણ લાભ થશે. નોકરીમાં પ્રગતિ થશે. સુખ સમૃદ્ધિ વધશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.


કર્ક રાશિ


કર્ક રાશિના જાતકોને શનિનું માર્ગી થવું શુભ ફળ આપશે. ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે. નોકરી વેપારમાં ફાયદો થશે. એક પછી એક ખુશીઓ મળવા લાગશે. મહેનતનું યોગ્ય ફળ મળશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થશે. 


કન્યા રાશિ


કન્યા રાશિ માટે શનિનું માર્ગી થવું વરદાન સમાન સાબિત થશે. કાર્ય સ્થળ પર પ્રમોશન થઈ શકે છે. વેપાર કરતાં વેપારીઓને પણ લાભ થશે. વેપાર નો વિસ્તાર થશે અને ઘરમાં ખુશીઓ વધશે. આ સમય દરમિયાન કમાણીમાં વધારો થશે. નોકરી શોધતા લોકોને સારી નોકરી મળી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)