આજથી 31 ડિસેમ્બર સુધીનો સમય 5 રાશિઓ માટે સમય ભયંકર, વક્રી ગુરુ તિજોરી કરાવશે ખાલી

Vakri Guru: જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી દિશામાં આગળ વધે છે ત્યારે તેની નકારાત્મક અસર દરેક રાશિના લોકો પર પડે છે.  4 સપ્ટેમ્બરથી ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થયો છે. વક્રી અવસ્થામાં ગુરુ 31મી ડિસેમ્બર સુધી રહેશે અને ત્યાર બાદ તે માર્ગી થશે. ગુરૂ ગ્રહની વક્રી અવસ્થા 5 રાશિના લોકો પર નકારાત્મક અસર કરશે. જેના કારણે આગામી 118 દિવસ સુધી 5 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કારણ કે આ સમય દરમિયાન તેમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.  

મેષ રાશિ

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુની વક્રી સ્થિતિ મેષ રાશિના લોકોના જીવન પર વિપરીત અસર કરશે. આ સમયે ભાગ્ય તેમનો સાથ નહીં આપે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  ખર્ચ પણ વધી શકે છે. આ સમય દરમિયાન તમારે સાવધાન રહેવું પડશે. બચત પર વિશેષ ધ્યાન આપો. પૈસા સમજી વિચારીને ખર્ચ કરો.

વૃષભ રાશિ

2/5
image

મેષ રાશિમાં ગુરુ વક્રી થયો છે અને તેના કારણે આ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે નહીં. આ સમયે રોકાણથી પણ ઓછો નફો મળવાની સંભાવના છે. સુખ-સુવિધાઓમાં ઘટાડો થશે. દુશ્મનોથી વિશેષ સાવચેત રહેવું. ભૂતકાળની ભુલો સુધારવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશિ 

3/5
image

118 દિવસ કર્ક રાશિના લોકોને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી બદલી પણ થઈ શકે છે. વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે. તમારે તમારા પિતા સાથે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

સિંહ રાશિ 

4/5
image

ગુરુ ગ્રહના વક્રી થવાના કારણે આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થશે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. અતિશય ખર્ચના કારણે મન પરેશાન રહેશે.

ધન રાશિ

5/5
image

આ રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના લોકો માટે આ સમય અશુભ રહેશે. આ સમયે કોઈ સાથે દલીલ કરવાનું ટાળો. પોતાની જવાબદારીને સમજવાથી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. વૈવાહિક અને અંગત જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)