દિવાળી બાદ ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક જાતકોને 30 દિવસ સુધી થશે લાભ જ લાભ
Surya Gochar: દિવાળી બાદ 17 નવેમ્બરે સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીનું મહાપર્વ ઉજવવામાં આવશે. દિવાળી બાદ 17 નવેમ્બરે સૂર્ય ગ્રહ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. સૂર્ય દેવના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને લાભ થશે. 15 ડિસેમ્બર સુધી આ રાશિઓ માટે વરદાન સમાન સમય છે. આવો જાણીએ 15 ડિસેમ્બર સુધી સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિની સ્થિતિ...
સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક જાતકોને થશે લાભ
નોકરી તથા વેપારમાં પ્રગતિ કરશો.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
લેતી-દેતી માટે આ સમય શુભ છે.
રોકાણ કરવાથી લાભ થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.
આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી.
તમને ચારે તરફથી લાભ થશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
નોકરી અને વેપાર માટે સમય શુભ રહેશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો.
પારિવારિક જીવન ખુશમય રહેશે.
ધન લાભ થશે.
કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.
ભાઈ-બહેનનો સહયોગ મળશે.
આ સમયે ભાગ્યનો સાથ મળશે.
નોકરી તથા વેપાર માટે સૌથી સારો સમય છે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ બની રહ્યો છે.
નવુ મકાન કે વાહન ખરીદી શકો છો.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube