30 વર્ષ બાદ શનિ અને દુર્લભ યોગનો સંયોગ, આ વખતે દિવાળી આ 3 રાશિવાળા માટે જબરદસ્ત રહેશે, વિચાર્યું નહીં હોય એટલો ધનલાભ થશે!
આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે છે. આ દિવસે શનિદેવ કુંભ રાશિમાં છે. શશ રાજયોગનું નિર્માણ પણ થશે. અત્રે જણાવવાનું કે આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
શશ રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ભાગ્યના સ્થાને ગોચર કરી રહ્યા છે. આથી આ દિવાળીએ તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ અટવાયેલા કામો પૂરા થશે. અચાનક તમારી કમાણી વધશે અને તમારી કરિયરમાં સફળતાના યોગ છે. વેપારીઓને ધનલાભ થશે અને તમારી સુખ સમૃદ્ધિમાં પણ વધારો થશે. આ સમયગાળામાં તમે વિદેશ પ્રવાસ કરી શકો છો. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે શશ રાજયોગ બનવો એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમારી કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. પરિવારના લોકો સાથે સંબંધ મજબૂત થશે. નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં પદોન્નતિની તકો મળી શકે છે. તમારા મોટા મોટા લોકો સાથે સંબંધ બંધાઈ શકે છે. જેનો ભવિષ્યમાં લાભ થઈ શકે છે. પ્રેમ અને રિલેશનશીપના મામલે સફળતા મળી શકે છે. અપરિણીત હોવ તો તમારી લાઈફ પાર્ટનરની શોધ પૂરી થઈ શકે છે.
મેષ રાશિ
શશ રાજયોગનું બનવું એ મેષ રાશિવાળા માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને ગોચર કરે છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. રોકાણથી લાભ થઈ શકે છે. નોકરીમાં ફેરફાર શક્ય છે. કરિયરમાં નવા અને સારા અવસરો મળી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. પરિવારનો સહયોગ મળશે અને તમારા તમામ અટવાયેલા કામો પૂરા થશે. જીવનમાં નવી યોજનાઓ શરૂ થઈ શકે છે. સમયાંતરે શેર બજાર, સટ્ટો અને લોટરીમાં ફાયદો થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)