Rama Ekadashi 2024: વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ બધી જ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર 27 ઓક્ટોબરે રમા એકાદશી નું વ્રત રાખવામાં આવશે. પંચાંગ ભેદ ના કારણે 28 ઓક્ટોબરે પણ રમા એકાદશી ઉજવાશે. આ દિવસે વિધિ વિધાન થી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાની હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમા એકાદશીથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ જીવનમાં ખુશીઓ આવે છે. રમા એકાદશી એવા લોકો માટે ખાસ સાબિત થઈ શકે છે જેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય. આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે રમા એકાદશીનો દિવસ ઉત્તમ છે. રમા એકાદશીના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાનો એક ઉપાય કરી લેવાથી મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. 


આ પણ વાંચો: દિવાળી પછી શુક્ર રાશિ બદલશે, આ 3 રાશિઓનો ભાગ્યોદય થશે, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે


એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અનેક ઉપાય કરે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો બધા જ દુઃખનો નાશ થઈ જાય છે. જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેતી હોય તો કેટલીક ખાસ વસ્તુઓથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. 


મનોકામના પૂર્તિ માટેનો ઉપાય 


આ પણ વાંચો: ધનતેરસ પહેલા જ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, મંગળ પુષ્ય યોગથી સોનાની જેમ ચમકશે ભાગ્ય


ભગવાન વિષ્ણુને નાળિયેર પ્રિય છે. રમા એકાદશીના દિવસે નાળિયેરના જળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિના મનની ઈચ્છા પૂરી થાય છે. સાથે જ જીવનમાં પદ પ્રતિષ્ઠા અને ધનમાં વૃદ્ધિ ના આશીર્વાદ મળે છે.


રમા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાન વિષ્ણુનો ગાયના કાચા દૂધથી પણ અભિષેક કરી શકાય છે. 


આ પણ વાંચો: જાન્યુઆરી 2025 થી આ 4 રાશિઓનું ચમકી જશે ભાગ્ય, દરેક કામ થશે સફળ, ધનમાં થશે વધારો


નોકરીમાં પ્રગતિ માટેનો ઉપાય 


જે લોકોને કારકિર્દીમાં સફળતા મેળવવી હોય તેમણે રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો શુદ્ધ મધથી અભિષેક કરવો જોઈએ. વેપારમાં પ્રગતિ માટે ભગવાન વિષ્ણુનો ગંગાજળ થી અભિષેક કરવો. આ રીતે ભગવાનની પૂજા કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)