Hanuman Chalisa: એક પણ દિવસ પાળ્યા વિના સતત 11 દિવસ જે કરે આ કામ તેની મનોકામના હનુમાનજી કરે છે પુરી
Hanuman Chalisa: હનુમાનજી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુ:ખનો નાશ થઈ જાય છે. એટલું જ નહીં હનુમાનજી વર્ષોથી અધુરી ઈચ્છા પણ પુરી કરી દે છે. તેના માટે એક ચમત્કારી ઉપાય કરી શકાય છે. આ ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠનો. જો કોઈ વ્યક્તિ સતત 11 દિવસ સુધી આ વિધિ અનુસાર હનુમાન ચાલીસા કરે છે તો તેની ઈચ્છા હનુમાનજી પુરી કરે છે.
Hanuman Chalisa: જ્યોતિષશાસ્ત્રમાં મનોકામના પૂર્તિ માટેના અલગ અલગ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી એક સૌથી ચમત્કારી અને તુરંત ફળ આપતો ઉપાય છે. આ ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠનો. ધર્મ શાસ્ત્રો અનુસાર હનુમાનજી અમર દેવતા છે. જ્યાં પણ રામ નામનો જાપ થાય છે ત્યાં હનુમાનજી હાજરાહજુર થાય છે. કળયુગમાં પણ હનુમાનજીની આરાધના તુરંત ફળ આપનાર ગણવામાં આવે છે. મનોકામના પૂર્તિ માટે પણ હનુમાનજીનો આ ઉપાય અચૂક છે. જે વ્યક્તિ ભગવાન હનુમાનની પૂજા-અર્ચના શ્રદ્ધાથી કરે છે તેનો બેડોપાર થઈ જાય છે.
આ પણ વાંચો:
શતભિષા નક્ષત્રમાં રાહુ-શનિની યુતિ, આ 3 રાશિઓ માટે 17 ઓક્ટોબર સુધીનો સમય સૌથી ખરાબ
Astro Tips: જમવાનું બનાવો ત્યારે કરી લેવું આ કામ, ધન-ધાન્યથી સમૃદ્ધ રહે છે ઘર
અમીર લોકોના ઘરમાં હોય જ છે 4 વસ્તુઓ, ધન આકર્ષતી આ વસ્તુઓ રાખી તમે પણ બની શકો છો અમીર
હનુમાનજી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુ:ખનો નાશ થઈ જાય છે. એટલું જ નહીં હનુમાનજી વર્ષોથી અધુરી ઈચ્છા પણ પુરી કરી દે છે. તેના માટે એક ચમત્કારી ઉપાય કરી શકાય છે. આ ઉપાય છે હનુમાન ચાલીસાના પાઠનો. જો કોઈ વ્યક્તિ સતત 11 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેના મનની ઈચ્છા હનુમાનજી પુરી કરે છે.
મનોકામના પૂર્તિ માટે હનુમાન ચાલીસાના પાઠ મંગળવારથી શરુ કરવા. શાસ્ત્રોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખાસ કરીને જો તમારી કોઈ અધુરી ઈચ્છા હોય જેને તમે પુરી કરવા માંગો છો તો હનુમાન ચાલીસાના પાઠ વિધિપૂર્વક 11 દિવસ કરવા.
હનુમાન ચાલીસાના પાઠ કરવાની રીત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાઠની શરુઆત કોઈપણ મંગળવારથી કરવી. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરી હનુમાનજીનો ફોટો સ્થાપિત કરી તેમને ફળો અને ફૂલ ધરાવો. આ પછી હાથ જોડીને હનુમાનજીની સામે તમારી અધૂરી ઈચ્છા વ્યક્ત કરો. ત્યાર પછી 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પહેલા દિવસે 11 વખત પાઠ કરવો અને પછી નિયમિત 11 દિવસ સુધી રોજ એકવાર હનુમાન ચાલીસા કરવી.
આ ઉપાય કરતી વખતે તમે જે પણ મનોકામના વ્યક્ત કરો છો તે પુર્ણ થાય છે. બસ જરુરી એ છે કે તમારે આ પાઠ સતત 11 દિવસ એક પણ દિવસ ચુક્યા વિના કરવાના છે. આ ઉપાય કોઈપણ વારે શરુ કરી શકાય છે પરંતુ મંગળવારથી શરુ કરશો તો તે લાભકારી સાબિત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)