Astro Tips: જમવાનું બનાવે ત્યારે ગૃહિણીએ કરી લેવું આ કામ, ધન-ધાન્યથી સમૃદ્ધ રહે છે ઘર

Astro Tips: ધાર્મિક ગ્રંથોમાં ભોજનનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે. જે ઘરમાં ભોજન બનાવતી વખતે અને પીરસતી વખતે આ નિયમોનું પાલન કરવામાં આવે છે ત્યાં રાત-દિવસ ધન વધે છે. સાથે ઘરમાં અનાજના ભંડાર ભરેલા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ ભોજન સંબંધિત આ ચમત્કારી નિયમો વિશે.

Astro Tips: જમવાનું બનાવે ત્યારે ગૃહિણીએ કરી લેવું આ કામ, ધન-ધાન્યથી સમૃદ્ધ રહે છે ઘર

Astro Tips: હિંદુ ધર્મમાં ભોજન બનાવવા અને ખાવા સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં ધન-ધાન્ય છલોછલ રહે છે. ભોજન સંબંધિત આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં અપાર સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાર્મિક ગ્રંથોમાં ભોજનનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે. જે ઘરમાં ભોજન બનાવતી વખતે અને પીરસતી વખતે આ નિયમોનું પાલન કરવામાં આવે છે ત્યાં રાત-દિવસ ધન વધે છે. સાથે ઘરમાં અનાજના ભંડાર ભરેલા રહે છે. તો ચાલો તમને પણ જણાવીએ ભોજન સંબંધિત આ ચમત્કારી નિયમો વિશે.

ભોજન બનાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:

- ભોજન બનાવતી વખતે ગૃહિણીએ સ્નાન અચૂક કરી લેવું જોઈએ. શરીર અને મન બંને શુદ્ધ હોય તે જરૂરી છે.  સ્નાન કર્યા વિના ભોજન બનાવવાથી તેમાં નકારાત્મકતા વધે છે. આવું ભોજન કરનાર વ્યક્તિ રોગ અને ક્રોધનો શિકાર થાય છે. 
 
- ભોજન હંમેશા શુદ્ધ જગ્યાએ જ બનાવવું જોઈએ. ગંદી જગ્યાએ બનેલા ખોરાકનું સેવન ક્યારેય ન કરવું.

- જમતા પહેલા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. હિંદુ ધર્મમાં ભોજન કરતાં પહેલા બોલવાના મંત્ર પણ જણાવવામાં આવ્યા છે.

-  ભોજન હંમેશા જમણા હાથે જ કરવું જોઈએ. ડાબા હાથે ભોજન કરવું અશુભ માનવામાં આવે છે.

- જમતી વખતે મુખ પૂર્વ દિશા તરફ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. ધનવાન બનવાના સપના જોતા લોકોએ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ.

-  દક્ષિણ દિશામાં મોં રાખીને ભોજન ક્યારેય ન કરવું. આમ કરવાથી ઉંમર ઘટે છે અને અનેક પ્રકારની બીમારીઓ થાય છે.

- હિંદુ ધર્મમાં અન્ન દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી સમયાંતરે અન્ન દાન કરવું જોઈએ.

આ પણ વાંચો:

- થાળીમાં એઠો ખોરાક ક્યારેય ન છોડવો. આમ કરવું ભોજનનું અપમાન ગણાય છે.

- ભોજન બનાવતી વખતે અને જમતી વખતે મનને શાંત રાખો. આ બે કામ કરતી વખતે ક્રોધ કરવો નહીં. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news