Goddess Lakshmi: જો તમે ધનવાન બનવા માંગો છો તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. અને માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ શુક્રવારનો છે. શુક્રવારે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનું મહત્વ છે. આ દિવસે નિયમ અનુસાર માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને ઘર ઉપર હંમેશા તેમની દ્રષ્ટિ રહે છે. આવી જ રીતે શુક્રવારે જો કેટલીક ભૂલ કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી નારાજ પણ થાય છે અને ઘરનો ત્યાગ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ એવા કયા કામ છે જે શુક્રવારે કરવા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દરેક મંદિરમાં ન વધેરવું શ્રીફળ, જાણો કયા મંદિરમાં ફોડવું અને કયા મંદિરમાં ધરવું આખું


ગંદકી


શુક્રવારનો દિવસ ઘરની વિશેષતા સફાઈ કરવાનો હોય છે આ દિવસે જો ઘર ગંદુ હોય તો માતા લક્ષ્મી આવા ઘરમાં વાસ કરતા નથી. તેથી પ્રયત્ન કરો કે શુક્રવારે ઘર ગંદુ ન રહે અને આ દિવસે ફાટેલા કપડાં પણ ન પહેરવા. 


પૈસાની લેતી દેતી


શુક્રવારના દિવસે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પણ નહીં અને ઉધાર આપવા પણ નહીં. આ દિવસે પૈસાની લેતીદેતી કરવું અશુભ માનવામાં આવે છે.


આ પણ વાંચો: આંખના ઈશારે સમજી જાય તેવા ચતુર હોય આ રાશિઓ, ગમે તેને નચાવી શકે આંગળીના ઈશારે


સંપત્તિ સંબંધિત કામ


સંપત્તિ સંબંધિત કોઈ પણ કામ કરવા હોય તો શુક્રવારે કરવાનું ટાળવું આ દિવસે પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.


ખાંડનું દાન


ખાંડનું સંબંધ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે છે જો તમે શુક્રવારે કોઈને ખાંડ આપો છો તો તેનાથી ઘરમાં ગરીબી વધે છે.


આ પણ વાંચો: 16 ડિસેમ્બરે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, ધન રાશિમાં સૂર્યના પ્રવેશથી આ રાશિઓને થશે લાભ


ન ખરીદો આ વસ્તુઓ


શુક્રવારના દિવસે અત્યંત જરૂરી હોય તો પણ રસોડાની કોઈપણ વસ્તુ ખરીદવી નહીં. આ દિવસે રસોડા સંબંધિત વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


Goddess Lakshmi, friday puja vidhi, Maa Laxmi Puja Vidhi, Maa Laxmi Puja, friday puja tips, things not to do on friday, things not to do for maa laxmi, શુક્રવાર ઉપાય