Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં દરેક કાર્ય કરવા માટે અને દરેક વસ્તુને રાખવા માટે એક શુભ દિશા જણાવવામાં આવી છે. જો ઘરમાં વસ્તુ કે કાર્ય દિશા અનુસાર કરવામાં આવે તો તેનાથી વ્યક્તિ ને શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આવા મહત્વના નિયમોનું અવગણના કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરવામાં આવેલા કાર્યો વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં ધન અને ધાન્યની કોઈ ખામી રહેતી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં કેટલીક મહત્વની બાબતોની અવગણના કરે છે તો પછી પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જ એક નિયમ છે જમતી વખતે કઈ દિશામાં મુખ રાખવું તે. 


આ પણ વાંચો:


Parama Ekadashi 2023: આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો શનિવારે ભુલ્યા વિના કરજો આ વ્રત


Budh Vakri: આ 3 રાશિના લોકોના જીવનમાં હાહાકાર મચાવશે વક્રી બુધ, આપશે અશુભ પરિણામ


Rajyog 2023: 8 દિવસની અંદર આ રાશિના લોકોને ફળશે રાજભંગ રાજયોગ અને અચાનક થશે ધન લાભ
 
વાસ્તુ અનુસાર જો વ્યક્તિ ખાવા-પીવાની બાબતમાં દિશાનું ધ્યાન રાખે છે તો તેને જીવનમાં સફળ થતા કોઈ અટકાવી શકતું નથી. પરંત જો આ વાત પર ધ્યાન આપવામાં ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે.  


ભોજન કરતી વખતે કઈ દિશામાં રાખવું મુખ
 
- વાસ્તુ અનુસાર ભોજન કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર જમતી વખતે દિશા ઉત્તર અને પૂર્વ દિશામાં મુખ રહે તે ઉત્તમ ગણાય છે.


- વાસ્તુ અનુસાર માં દક્ષિણ દિશાને ભોજન માટે સૌથી અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશા યમની દિશા છે. તેથી આ દિશા તરફ મુખ રાખી ભોજન કરવાથી વ્યક્તિની ઉંમર ઘટે છે દુર્ભાગ્ય વધે છે.


- વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશા તરફ મુખ રાખી જમવું પણ અશુભ છે.  પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ પર કરજ વધી જાય છે. જો તમે સમય રહેતા આ ભુલ ન સુધારો તો તમે કરજમાં ગળાડૂબ થઈ શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)