Jyotish Tips: દરેક વ્યક્તિ પોતાના પરિવારની ખુશીઓ અને જરૂરતોને પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. સાથે જ તે ઈચ્છે છે કે તેના ઘરમાં બરકત હોય અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે. પરંતુ જાણે અજાણે માણસે કરેલી ભૂલ તેના ઘરની ખુશીઓને છીનવી લે છે. વ્યક્તિ જીવનમાં કેટલીક એવી ભૂલ કરી બેસે છે જેના કારણે તેની મહેનત પણ કામ આવતી નથી અને સતત આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓ વ્યક્તિના ભાગ્યને ચમકાવવાની અને વ્યક્તિને બરબાદ કરવાની શક્તિ ધરાવે છે. ઘરના રસોડાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને અન્ય કોઈને આપવાથી ઘરની બરકત અટકી જાય છે. આ વસ્તુઓ એવી છે જેને કોઈ માંગે તો પણ આપવી જોઈએ નહીં. 


આ પણ વાંચો: Weekly Horoscope: 12 રાશિઓ માટે કેવું હશે નવું સપ્તાહ ? વાંચો સાપ્તાહિક રાશિફળ


સામાન્ય રીતે રસોઈની નાની મોટી વસ્તુઓ એકબીજાને આપવાનો વ્યવહાર હોય છે. ખાસ કરીને પાડોશીને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે છે તો માંગવા આવે છે. પરંતુ રસોડાની ત્રણ વસ્તુઓ એવી છે જે કોઈ માંગે તો પણ આપવી નહીં. જો આ વસ્તુ કોઈને આપવામાં આવે તો સુખ-સમૃદ્ધિને નજર લાગી જાય છે.


આ પણ વાંચો: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશે


હળદર 


હિન્દુ ધર્મમાં હળદરને શુભ અને લાભકારી માનવામાં આવી છે. શુભ કાર્યોમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે છે. તેથી ભૂલથી પણ હળદર કોઈને ઉધાર આપવી નહીં. જો તમે હળદર કોઈને આપો છો તો કારકિર્દી તેમજ વૈવાહિક જીવનમાં અને આર્થિક સ્થિતિમાં સંકટનો સામનો કરવો પડે છે. 


આ પણ વાંચો: Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર


મીઠું 


મોટાભાગના લોકોને એ વાતની ખબર જ હશે કે મીઠું ઢોળાઈ જાય તો પણ અશુભ સંકેત ગણાય છે. પરંતુ મીઠું કોઈને ઉધાર આપવું પણ અશુભ છે. ઘરમાં મીઠું ખાલી ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો મીઠું ખાલી થઈ જાય તો કોઈ પાસેથી લેવાની બદલે બજારમાંથી ખરીદી જ કરવી. આ સાથે જ મીઠું અન્ય કોઈને આપવું પણ નહીં. 


આ પણ વાંચો: કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ


દૂધ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ ચંદ્રગ્રહ સાથે છે. તેથી જ દૂધ કે દૂધથી બનેલી વસ્તુ કોઈને આપવી અશુભ છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવું નહીં.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)