Kala Tika: કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો આંજણથી કાળું ટપકું, દિવસ રાત વધતી રહેશે ઘરની સમૃદ્ધિ
Kala Tika: વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે અને વાસ્તુના નિયમનું પાલન કરવામાં આવે છે. આજે આ લેખના માધ્યમથી આવા જ એક ઉપાય વિશે જણાવીએ જેમાં ખૂબ જ સરળ રીતે તમે ઘરના વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો.
Trending Photos
Kala Tika: વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને ખૂણા નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘરની દરેક દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરના દરેક ખૂણામાં ઉર્જા હોય છે. આ ઉર્જા ઘરમાં રહેતા લોકોના જીવનને પ્રભાવિત કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો એટલે કે ઈશાન કોણ સૌથી પવિત્ર હોય છે. ઘરની આ જગ્યાએ પૂજા સ્થળ બનાવવું શુભ ગણાય છે. આ જગ્યા એવી હોવી જોઈએ જે ખુલ્લી હોય અને ત્યાં પ્રકાશ આવતો હોય. દક્ષિણ પૂર્વ ખૂણો અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખૂણામાં રસોડું બનાવવું શુભ ગણાય છે.
દક્ષિણ પશ્ચિમ ખૂણો પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ઘરમાં જે ભારી વસ્તુઓ હોય તેને આ ખૂણામાં રાખવી જોઈએ. ઉત્તર પશ્ચિમ ખૂણો વાયુ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખૂણામાં બાળકોનો રૂમ અથવા તો સ્ટડી રૂમ બનાવવામાં આવે તો શુભ રહે છે. હવે વાત કરીએ કાળા ટીકાની. સામાન્ય રીતે બાળકોને નજર દોષથી બચાવવા માટે આંજણથી કાળું ટપકું કરવામાં આવે છે. આંજણનું કાળું ટપકું વાસ્તુદોષને દૂર કરી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં યોગ્ય દિશામાં આંજણથી કાળું ટપકું કરવામાં આવે તો વાસ્તુદોષથી છુટકારો મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં કાળુ ટપકું કરવાની પરંપરા પ્રાચીન છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો આ ઉપાય વિશે જાણતા નથી.
ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો પૃથ્વી તત્વથી જોડાયેલો હોય છે. આ ખૂણો સ્થિરતા, સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખૂણામાં જો કાળુ ટપકું કરવામાં આવે તો ઘરમાં ચાલતી સમસ્યાઓથી છુટકારો મળવા લાગે છે. ઘરની આ દિશા નકારાત્મક ઊર્જાને જલ્દી ગ્રહણ કરે છે. તેથી આ દિશામાં કાળું ટપકું કરી દેવું જોઈએ તેનાથી ઘરમાં સ્થિરતા આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ કાળુ ટપકું કરવાથી અશુભતાથી છુટકારો મળે છે.જો ઘરમાં પણ યોગ્ય દિશામાં કાળું ટપકું કરી દેવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનાથી ઘર પર અણધારી બાધા પણ આવતી નથી અને પરિવારના સભ્યોનો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ઘરના આ ખૂણા સિવાય મુખ્ય દરવાજા પર, બાળકોના રૂમમાં, રસોડામાં પણ કાળું ટપકું કોઈને ન દેખાય તે રીતે કરવું જોઈએ. તેનાથી ઘરને નજર લાગતી નથી અને ઘરમાં રહેતા લોકોને શુભ પરિણામ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે