Kitchen Vastu: રસોડામાં આ વસ્તુઓ ભુલથી પણ ઊંધી રાખવી નહીં, આ ભુલના કારણે પરિવાર આવી જશે રોડ પર
Kitchen Vastu: વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઈને કેટલીક જરૂરી વાતો કહેવામાં આવી છે. તેમાં પણ એક નિયમ તો ખૂબ જ મહત્વનો છે. ભૂલથી પણ આ નિયમનો ભંગ થઈ જાય તો તેનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. જે વ્યક્તિના ઘરમાં આ નિયમનું પાલન થતું નથી ત્યાં રહેતા લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે. તેનો આખો પરિવાર રોડ પર આવી જાય છે.
Kitchen Vastu: વાસ્તુશાસ્ત્રમાં ઘરની વસ્તુઓને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં દરેક સ્થાનનું વિશેષ મહત્વ હોય છે. તેથી આ સ્થાને લઇને નિયમ પણ અલગ અલગ છે. જો આ નિયમને અપનાવી લેવામાં આવે તો વ્યક્તિ જીવનમાં આવનાર સમસ્યાઓથી બચી જાય છે.
આ પણ વાંચો: Mauli: ઘરના પુરુષના હાથ પર આ દિવસોમાં બાંધો રક્ષા સૂત્ર, ખાલી તિજોરી ભરાઈ જશે ધનથી
વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઈને કેટલીક જરૂરી વાતો કહેવામાં આવી છે. તેમાં પણ એક નિયમ તો ખૂબ જ મહત્વનો છે. ભૂલથી પણ આ નિયમનો ભંગ થઈ જાય તો તેનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. જે વ્યક્તિના ઘરમાં આ નિયમનું પાલન થતું નથી ત્યાં રહેતા લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે. તેમને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડે છે.
આ પણ વાંચો: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનો
રસોડાને લઈને આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોડામાં આમ તો અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હોય છે પરંતુ બે વાસણ એવા છે જેને ભૂલથી પણ ઉંધા રાખવા નહીં. સામાન્ય રીતે વાસણને સાફ કરીને ઉંધા જ રાખવામાં આવે છે. પરંતુ આ બે વાસણ અને ઉંધા રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે. તેથી આ વાસણને સાફ કરીને પણ સીધા જ રાખવા જોઈએ.
આ પણ વાંચો: લોટ બાંધતી વખતે કરેલી આ ભુલ ઘરની સમૃદ્ધિ પર કરે છે અસર, આખા પરિવારને પડશે મુશ્કેલીઓ
તવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં જે તવાનો ઉપયોગ રોટલી બનાવવા માટે થતો હોય તેને ક્યારેય ઊંધો રાખવો નહીં. જો તમે રોટલી બનાવવાના તવાને ઊંધો કે ઉભો રાખો છો તો આર્થિક સમસ્યાઓ હંમેશા રહે છે. એટલું જ નહીં આવા ઘરમાં રહેતા લોકોના માથા પર કરજ વધતું જાય છે. ધીરે ધીરે પરિવાર રોડ પર આવી જાય છે.
આ પણ વાંચો: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ
કઢાઈ
વાસ્તુશાસ્ત્ર અનુસાર તવાની સાથે જ રસોડામાં જે કઢાઈનો ઉપયોગ થતો હોય તેને પણ ઊંધી રાખવી નહીં. કડાઈને સાફ કર્યા પછી પણ એવી રીતે ગોઠવો કે તે સીધી જ રહે. કઢાઈને ઊંધી રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને સુખ શાંતિ છીનવાઇ જાય છે.
આ પણ વાંચો: અકસ્માત મૃત્યુ, અપરિણીત વ્યક્તિ, સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું? જાણો
ઉપર જણાવેલા બે વાસણ જે ઘરના રસોડામાં ઉંધા કે ગંદા રહેતા હોય તે ઘરના દરેક વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમના જીવનમાં એક પછી એક અડચણો આવે છે. આવા ઘરમાં વાતાવરણ પણ અશાંતિ ભર્યું હોય છે. પરિવારના લોકો વચ્ચે પણ ક્લેશની સ્થિતિ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)