Vastu Tips: વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. દરેક વ્યક્તિ સુખી, શાંત અને સમૃદ્ધ જીવન જીવવા માંગે છે. પરંતુ જ્યારે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન નથી થતું તો જીવનમાં સુખ શાંતિ પણ ટકતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા કરવા માટે ઘરમાં ખાસ મંદિર પણ બનાવવામાં આવે છે. નિયમિત ઘરમાં પૂજા અર્ચના થતી હોય તેમ છતાં ઘણા ઘરમાં સુખ-શાંતિનો અભાવ હોય છે. આમ થવાનું મુખ્ય કારણ મંદિરમાં રહેલા વાસ્તુદોષ હોઈ શકે છે. આજે તમને મંદિર સંબંધિત કેટલાક વાસ્તુદોષ વિશે જણાવીએ જે ઘરમાં અશાંતિ અને લડાઈ ઝઘડાનું કારણ બને છે.


આ પણ વાંચો: બે ગ્રહોની 'મહાયુતિ' થી સર્જાશે મહાલક્ષ્મી રાજયોગ, 5 રાશિના લોકોને થશે માલામાલ


મંદિરના વાસ્તુ દોષ


પિતૃઓનો ફોટો


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિર પાસે કે ઘરના મંદિરમાં પૂર્વજો કે પિતૃઓના ફોટા રાખવા નહીં. જો ભગવાનની સાથે પિતૃઓના ફોટા રાખવામાં આવે છે તો ઘરમાં કલેશ વધે છે. અને ભગવાન પણ ક્રોધિત થાય છે.


આ પણ વાંચો: 30 વર્ષ પછી કુંભ રાશિમાં મંગળ-શનિની યુતિ, 15 માર્ચ 2024 પછીનો સમય આ રાશિઓ માટે શુભ


ફાટેલા ફોટો


જો તમારી પાસે ભગવાનની મૂર્તિ ન હોય અને તમે પૂજામાં ફોટો રાખો છો તો જુના કે ફાટેલા ફોટોને બદલીને નવા ફોટો રાખવા જોઈએ. ઘરના મંદિરમાં ફાટેલા ભગવાનના ફોટો કે ફાટેલી ધાર્મિક પુસ્તક રાખવાથી પણ નકારાત્મક ઊર્જા વધે છે. આવા ઘરમાં ઉદાસી છવાયેલી રહે છે. મંદિરમાં ભગવાનને ચડાવીને ઉતારેલા સુકાયેલા ફૂલ પણ રાખવા નહીં. 


આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડીયામાં કઈ કઈ રાશિને થશે ધન લાભ અને કોણ થશે નિરાશ જાણો


એકથી વધુ શંખ


વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં એક કરતાં વધારે શંખ રાખવા નહીં. ઘણા લોકો પોતાના મંદિરમાં અનેક શંખ રાખે છે પરંતુ આમ કરવું વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું છે.


ખંડિત મૂર્તિ


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય ભગવાનના રૌદ્ર સ્વરૂપની મૂર્તિની સ્થાપના ન કરવી અને સાથે જ ખંડિત મૂર્તિ રાખવી નહીં. આ પ્રકારની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આર્થિક તંગી વધે છે. 


આ પણ વાંચો: ભારતના આ પ્રસિદ્ધ મંદિર છે રહસ્યમયી, વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા આ રહસ્યોનું કારણ


પૂજા સામગ્રી


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં પૂજા પાઠ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પૂજા સામગ્રી પણ રાખવી નહીં. સાથે જ મંદિરની રોજ સાફ-સફાઈ કરવી જોઈએ. જો ઘરનું મંદિર જ અસ્તવ્યસ્ત કે ગંદુ હશે તો ઘરમાં ક્યારેય સુખ શાંતિ નહીં રહે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)