Mysterious Temples: ભારતના આ પ્રસિદ્ધ મંદિર છે રહસ્યમયી, વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા અહીંના રહસ્યોનું કારણ

Mysterious Temples Of India: ભારતમાં અનેક એવા મંદિર છે જે પોતાની સુંદરતા અને ચમત્કારના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરોમાંથી કેટલાક મંદિર એવા છે જે રહસ્યમયી છે. આજે તમને ભારતમાં આવેલા આવા જ પ્રખ્યાત પરંતુ રહસ્યમયી હોય એવા મંદિરો વિશે જણાવીએ. 

જગન્નાથપુરી

1/5
image

ઓરિસ્સામાં આવેલું જગન્નાથપુરી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન વિષ્ણુના શ્રી જગન્નાથ સ્વરૂપને સમર્પિત છે. આ મંદિર સાથે જોડાયેલું રહસ્ય એ છે કે અહીંનો ધ્વજ હવાથી વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે. આ રહસ્યને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. મંદિરની બહાર સમુદ્રનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ શાંતિ થઈ જાય છે.

કાશી વિશ્વનાથ મંદિર

2/5
image

કાશી વિશ્વનાથ મંદિર પણ ભારતના પ્રમુખ અને પ્રાચીન મંદિરોમાંથી એક છે. બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા કાશી વિશ્વનાથ મંદિરને લઈને ઘણી બધી માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ કાશી વિશ્વનાથના દર્શન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.

તિરુપતિ બાલાજી મંદિર

3/5
image

તિરુમાલા પર્વત પર તિરૂપતિ બાલાજી મંદિર છે. આ મંદિર દુનિયાના સૌથી અમીર મંદિરોમાંથી એક છે. કહેવાય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ પર જે વાળ છે તે અસલી છે આ વાળમાં ક્યારેય ગુંચ નથી ચડતી અને તે હંમેશા મુલાયમ રહે છે. અહીં ભગવાન સાક્ષાત બિરાજતા હોવાની પણ માન્યતા છે. 

કામખ્યા મંદિર

4/5
image

51 શક્તિપીઠમાંથી એક કામાખ્યા મંદિર ગોવાહાટી નજીક આવેલું છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નહીં પરંતુ માં સતિના અંગની પૂજા થાય છે. આ મંદિરનું રહસ્ય છે કે અહીં આજે પણ માતા સતી વર્ષમાં એક વખત રજસ્વલા થાય છે. આ સમયે નદીનું પાણી પણ લાલ થઇ જતું હોવાની માન્યતા છે.

5/5
image