Vastu Tips For Tulsi Puja: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની પૂજા કરવામાં આવે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને સુખ સમૃદ્ધિ રહે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં બરકત હંમેશા રહે છે. ઘરમાં બરકત રહે તે માટે વાસ્તુશાસ્ત્રમાં તુલસી સંબંધિત કેટલાક નિયમ જણાવ્યા છે. આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સમસ્યાઓ આવતી નથી. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તુલસીના છોડની પાસે કેટલીક વસ્તુઓ રાખવી નહીં. આ વસ્તુઓ તુલસી પાસે રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Lucky Stone: આ 4 રાશિ માટે મોતી પહેરવાનું શુભ માનવામાં આવે છે, જાણો પહેરવાની રીત


માર્ચ મહિનામાં 4 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોને થશે ધનલાભ


1 રૂપિયાનો સિક્કો તમને કરશે માલામાલ, અજમાવો સિક્કાના આ ચમત્કારી ટોટકા


આ વસ્તુઓ ન રાખો તુલસીના છોડ પાસે


- તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે તેથી તેની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. તેથી તુલસીના છોડ પાસે ડસ્ટબીન રાખવી નહીં.


- તુલસીનો છોડ જો તમારા ઘરના આંગણામાં હોય તો તેની નજીક જૂતા ચપ્પલ ઉતારવા નહીં. તુલસીનો છોડ માતા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે તેની પાસે જોતા ચપ્પલ ઉતારવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. 


- તુલસીના છોડમાં ક્યારે શિવલિંગ પણ રાખવું નહીં. માન્યતા છે કે પૂર્વ જન્મમાં તુલસી વૃંદા હતી અને જાલંધર નામના રાક્ષસ ની પત્ની હતી. આ રાક્ષસનો અંત ભગવાન શિવે કર્યો હતો ત્યારથી તુલસી શિવજીથી દૂર રહે છે.


- તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય હોય છે. જ્યારે ઘરમાં ઝાડુનો ઉપયોગ સાફ-સફાઈ માટે કરવામાં આવે છે. તેથી જાડુ ને તુલસીના છોડની પાસે રાખવી નહીં આમ કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે.


- તુલસીના છોડની પાસે કાંટા વાળા ઝાડ પણ રાખવા નહીં. કાંટાવાળા ઝાડ ઘરમાં પણ રાખવા જોઈએ નહીં તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.