Lucky Stone: આ 4 રાશિ માટે મોતી પહેરવાનું શુભ માનવામાં આવે છે, જાણો ક્યારે અને કેવી રીતે ધારણ કરવું

Benefits Of Moti Ratna: એવું માનવામાં આવે છે કે, મોતીનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. એટલા માટે જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ નબળી હોય તેમને મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Lucky Stone: આ 4 રાશિ માટે મોતી પહેરવાનું શુભ માનવામાં આવે છે, જાણો ક્યારે અને કેવી રીતે ધારણ કરવું

Benefits Of Moti Ratna: મોતી રત્નનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. એટલે કે, જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ નબળી કે અશુભ સ્થિતિમાં છે તેમને ચંદ્ર ગ્રહને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, મોતીનો રંગ સફેદ અથવા તો ક્રીમ કલરનો હોય છે. માનવામાં આવે છે તે, મોતી પહેરવાથી વિચારો પર નિયંત્રણ આવે છે અને મનની મૂંજવણો પણ સમાપ્ત થઈ જાય છે. તો ચાલો જાણીએ, મોતી ધારણ કરવાની યોગ્ય વિધિ.

આ પણ વાંચો:

આ લોકો મોતી ધારણ કરી શકે છે

વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિની મહાદશા ચાલી રહી છે અને કુંડળીમાં ચંદ્ર શુભ સ્થિતિમાં છે તો મોતી ધારણ કરી શકાય છે. સાથે જ જો ચંદ્રમાં જન્મની કુંડળીમાં 6, 8 અથવા 12માં ભાવમાં સ્થિત છે તો પણ મોતી ધારણ કરી શકાય છે. ત્યાં બીજીબાજુ ચંદ્ર ગ્રહની કુંડળીમાં નબળો હોય તો પણ મોતી ધારણ કરી શકાય છે. કર્ક અને મીન રાશિવાળા લોકો પણ ચંદ્રને ગ્રહણ કરી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર મોતીનો સંબંધ માં લક્ષ્મી સાથે માનવામાં આવે છે. મોતીને ધારણ કરવાથી માં લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે મોતીને ક્યારેય પણ નીલમ અને ગોમેદ સાથે ધારણ ન કરવો જોઈએ. નહીં તો નુકસાન થવાની સંભાવના છે.

મોતી પહેરવાના ફાયદા

મોતી પહેરવાથી તણાવ દૂર થાય છે. આ સાથે જે લોકોને માનસિક સમસ્યા હોય તેઓ પણ મોતી પહેરી શકે છે. જો કોઈ વ્યક્તિ હંમેશા નિરાશ રહેતો હોય તો પણ તેણે મોતી પહેરવા જોઈએ. તેને પહેરવાથી વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખે છે. શરદી-ખાંસીની સમસ્યા દૂર થાય છે. બીજી તરફ જે લોકોને અનિંદ્રાની ફરિયાદ હોય તેઓ પણ મોતી પહેરી શકે છે.

આ પણ વાંચો:

બજારમાંથી ઓછામાં ઓછી 6થી સવા 7 રત્તી મોતી ખરીદવી જોઈએ. તેની સાથે જ ચાંદીની ધાતુમાં મોતી પહેરવા જોઈએ. બીજી તરફ હાથની સૌથી નાની આંગળીમાં અને સોમવારે મોતી ધારણ કરવું જોઈએ. અને વીંટી પહેરતા પહેલા તેને ગંગાજળ અને કાચા ગાયના દૂધથી શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ધારણ કરવાથી જાતકને ચંદ્ર ગ્રહનું શુભફળ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news