Tijori Vastu: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની તંગી ન આવે અને તેની તિજોરી પૈસાથી ભરેલી રહે. વાસ્તુશાસ્ત્રમાં તિજોરી સંબંધી કેટલીક ટીપ્સ જણાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે તમારી તિજોરી ધનથી ભરેલી રહે તે માટે કેટલીક વાસ્તુ ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ. આમ કરવાથી જીવનમાં પૈસાની ખોટ સર્જાતી નથી. ધનના દેવી માતા લક્ષ્મી ચંચળ સ્વભાવના હોય છે. તેવામાં જો તમે તિજોરી સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવી અશુભ માનવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓ નકારાત્મકતા વધારે છે. તેથી જો તમે પણ આ વસ્તુઓને તમારી તિજોરીમાં રાખી છે તો આજે જ તેને બહાર કાઢી લો.


આ પણ વાંચો:


જાન્યુઆરી 2024 સુધી મેષ સહિત આ રાશિઓએ રહેવું સાવધાન, અસ્ત મંગળ જીવનમાં વધારશે સમસ્યા


Navami Upay: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે નવમી પર કરો આ ઉપાય, દરેક સમસ્યા થશે દુર


રાશિફળ 23 ઓક્ટોબર: સોમવારે મેષ રાશિના લોકોએ રહેવું સમજીને, મિથુન રાશિનો ભાર થશે હળવો
 
અરીસો 


ઘણા લોકો તેમની તિજોરીમાં અરીસાઓ લગાવે છે. પરંતુ વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે તિજોરીમાં લગાવવામાં આવેલો અરીસો વાસ્તુ દોષનું કારણ બને છે. જેના કારણે તિજોરીમાં રાખેલા પૈસા એક ક્ષણમાં ખાલી થઈ શકે છે. જો તમે પણ તિજોરીમાં અરીસો લગાવ્યો હોય તો તેને આજે જ કાઢી નાખો.


પરફ્યુમ  


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તિજોરીમાં અત્તર રાખવું પણ સારું માનવામાં આવતું નથી. તિજોરીમાં અત્તર કે પરફ્યુમ રાખવાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે તિજોરી ક્યારેય ભરેલી રહેતી નથી અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.


કાળુ કપડું


હિન્દુ ધર્મમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે.  કાળો રંગ શોકનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે કાળું કપડું ક્યારેય તિજોરીમાં ન રાખવું. હંમેશા લાલ કપડાનો ઉપયોગ કરવો.  ક 
 
જૂના બીલ અથવા કાગળ


વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના બિલ, કાગળ અથવા કોઈપણ વધારાની વસ્તુઓ તિજોરીમાં ન રાખવી જોઈએ. તેના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે અને વ્યક્તિ ગરીબ બની જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)