Shiv Ji Puja Rules: નીતિ-નિયમથી કોઈ પણ દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે તો યોગ્ય ફળ મળતું હોય છે. પરંતુ નિયમોથી વિપરીત આરાધના અશુભ ફળ પણ આપે છે. શ્રાવણ માસમાં ચારે બાજુ બમ્મ બમ્મ ભોલેનો નાદ ગૂંજી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવની પૂજામાં કેતકીનું ફૂલ વર્જિત છે. શિવજીએ ખુદ કેતકીના ફુલને શ્રાપ આપ્યો હતો. જો કે બાદમાં તેને વિનય વરદાન પણ આપ્યું હતું કે તું મારી પૂજા માટે યોગ્ય તો નથી પરંતુ ભક્તજનો જ્યારે મારી પૂજા દરમિયાન ફળોથી મંડપ સજાવશે ત્યારે તે મંડપમાં પ્રમુખ તો તું જ હશે. તેથી કેતકીનું ફુલ ભગવાન શિવને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ, પરંતુ તેને મંડપનું મુખ્ય જરૂર બનાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવપુરાણ કરાયેલા વર્ણન મુજબ એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું કે તેમનામાંથી કોણ મહાન છે. બંને દેવતાઓએ ઘાતક મહેશ્વર અસ્ત્ર અને પાશુપત અસ્ત્ર એકબીજા પર છોડી દીધા. જો આ બન્ને શસ્ત્રો અથડાયા હોત તો વિનાશ વેરાયો હોત. આ જોઈને ભોલેનાથ બંને શસ્ત્રોની વચ્ચે લિંગ સ્વરૂપમાં આવ્યા. ભગવાન શિવના સ્પર્શથી જ બંને શસ્ત્રો શાંત થઈ ગયા. લિંગની શરૂઆતથી અંત જાણવા માટે, જ્યારે બ્રહ્માજી હંસના રૂપમાં ઉપર ઉડ્યા, ત્યારે ભગવાન વિષ્ણુ ભૂંડનું રૂપ લઈને પાતાળ લોકમાં જતા રહ્યા. પરંતુ શરૂઆત કે અંત ન મળ્યો. બ્રહ્માજીએ છેતરપિંડી કરી અને  આકાશમાંથી કેતકીનું ફૂલ લાવીને તેને જ લિંગનો અંત ગણાવી દીધું. આ જોઈને શિવ ગુસ્સે થયા. બ્રહ્માજીને તો સજા થઈ. આ અસત્યમાં બ્રહ્માજીનો સાથ આપવાને કારણે તેમણે કેતકીના ફૂલને પણ શ્રાપ આપ્યો હતો.


ઉપવાસમાં ખાવા-પીવામાં રાખો ધ્યાન, અહીં જાણો શું ખાવું અને શું ન ખાવું


કયું ફૂલ અર્પણ કરવાથી શું મળશે ફળ?
* લાલ કે સફેદ આકડાના ફુળથી ભગવાન શિવનું પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* ચમેલીના ફૂલથી પૂજન કરવાથી વાહન સુખ મળે છે
* અલસીના ફુલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રિય બને છે
* શમી વૃક્ષના પત્તાઓથી પૂજન કરવાથી મોક્ષ મળે છે
* બેલાના ફૂલથી પૂજા કરવાથી સુંદર અને સૌમ્ય પત્ની મળે છે
* જૂહીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરો, તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી
* કાનેરના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી નવા વસ્ત્રો મળે છે.
* હરસિંગરના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિમાં વધારો થાય છે.
* ધતુરાના ફૂલથી પૂજા કરવાથી ભગવાન શંકર એક યોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે પરિવારનું નામ રોશન કરે છે.
* શિવ ઉપાસનામાં લાલ દાંડીવાળા ધતુરાને શુભ માનવામાં આવે છે.
* દુર્વાથી ભગવાન શિવની પૂજા કરવાથી ઉંમર વધે છે.


(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube