ઉપવાસમાં ખાવા-પીવામાં રાખો ધ્યાન, અહીં જાણો શું ખાવું અને શું ન ખાવું

શ્રાવણના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે

ઉપવાસમાં ખાવા-પીવામાં રાખો ધ્યાન, અહીં જાણો શું ખાવું અને શું ન ખાવું

ભગવાન શિવ પ્રત્યે પોતાની અતુટ શ્રદ્ધા રાખવાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. ભગવાન ભોળાનાથને રિઝવવા માટે અનેક લોકો આકરી તપશ્રીયા કરતા હોય છે, કોઈ ઉપવાસ રાખતું હોય છે તો કોઈ ભક્તિ અને પૂજાથી ભગવાનની અરાધના કરતું હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઉપવાસ રાખવામાં ઘણીવાર બિમાર પણ પડી જવાતું હોય છે. તો હાલ માછી મચ્છરોના ઉપદ્રવને કારણે એવી ઘણી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ જે શરીરને માફક ન આવતી હોય. ત્યારે જો તમે પણ શ્રાવણ માસના ઉપવાસ કરો છો તે ખાવા-પીવામાં કેટલીક વાતોનું ખાશ ધ્યાન રાખજો. નહીં તો તમે પણ બિમાર પડી શકો છો. તે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની અમે આપને આજે વાત કરીશું.

શ્રાવણના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે. આવી સ્થિતિમાં, જેઓ પ્રથમ વખત આ ઉપવાસ શરૂ કરી રહ્યા છે, તેઓને આ ઉપવાસ કેવી રીતે શરૂ કરવો તે સમજાતું નથી. ઉપવાસ તમે કેવી રીતે કરી શકો છો તે તમારા વિશ્વાસ અને આરોગ્ય પર આધારિત છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શ્રાવણ  ઉપવાસ દરમિયાન તમે શું ખાઈ શકો છો અને કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ?

Shravan 2022: શ્રાવણ માસમાં બનાવો આ ચટાકેદાર ફરાળી વાનગીઓ, રેસીપી પણ છે એકદમ આસાન

શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ખાઓ
જ્યુસ

જ્યુસ એનર્જી આપે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળે છે. તો જ્યૂસ, લીંબુ પાણી, નાળિયેર પાણીથી દિવસની શરૂઆત કરો. તેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ઉપરાંત, તેનું સેવન કરવાથી, તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો.

સૂકો મેવો
સૂકો મેવો નબળાઈથી બચાવશે. ઉપવાસ દરમિયાન, તમારે કોઈપણ સમયે આહારમાં મુઠ્ઠીભર સુકા મેવાનો સમાવેશ કરવો આવશ્યક છે. આની મદદથી તમે શરીરને નબળું બનાવવાથી બચાવી શકાય છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. સુકો મેવો ખાવાથી શરીરને ઉર્જા મળે છે.

ફળો
ફળો ડીહાઇડ્રેશનથી બચાવે છે. લોકો લગભગ તમામ ઉપવાસમાં ફળોનું સેવન કરે છે. તે જ રીતે, તમે શ્રાવણમાં ફળોનો જ્યુસ પણ પી શકો છો. ફળોમાં તમે કેળા, સફરજન, નારંગી, દાડમ જેવા ફળો ખાઈ શકો છો. આની મદદથી તમે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે.

શ્રાવણ માસના ઉપવાસમાં આ વસ્તુઓ ન ખાઓ
સવારે ખાલી પેટે ચા

સવારે ખાલી પેટ ચા ન પીવી. તમે ગમે તેટલા ઉપવાસ કરો, તમારે સવારની શરૂઆત ચાથી ન કરવી જોઈએ. તમારે આખો દિવસ હળવો ખોરાક લેવો પડશે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે. આનાથી તમને ઉપવાસ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

ખાલી પેટ ન રહો
ઉપવાસમાં ભૂખ્યા અથવા ખાલી પેટ રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉલટી પણ થઇ શકે છે. ચોમાસાની સીઝનમાં અને શ્રાવણમાં તમારે તમારા ખાવા -પીવાની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેથી સમય સમય પર કંઈક ખાતા રહો.

ઓછું તળેલું ખાઓ
વ્રત દરમિયાન ઘણા લોકો તળેલું ખાતા હોય છે. પરંતુ, તમારે શ્રાવણના સોમવારે આ કરવાનું ટાળવું જોઈએ. વરસાદમાં પાચક તંત્ર ખૂબ નબળું પડે છે. આવી સ્થિતિમાં તમારે વધુ તળેલી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. ખાસ કરીને ઉપવાસ દરમિયાન આવી ચીજો હાર્ટબર્ન, ગેસ અને પાણીનો અભાવ પેદા કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news