Akshaya Tritiya 2024: અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થાય છે માં લક્ષ્મીની પધરામણી
Akshaya Tritiya 2024: આ દિવસે લોકો ધનના દેવી માં લક્ષ્મીની પૂજા પણ કરે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો શુભ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીય ક્યારે ઉજવાશે અને ચાર સરળ ઉપાય કયા છે.
Akshaya Tritiya 2024: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. આ એક વણજોયું મુહુર્ત હોય છે.. જેમાં માંગલિક કાર્ય કરવા શુભ ગણાય છે. આ દિવસે લોકો ધનના દેવી માં લક્ષ્મીની પૂજા પણ કરે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો શુભ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીય ક્યારે ઉજવાશે અને ચાર સરળ ઉપાય કયા છે.
આ પણ વાંચો: 25 તારીખે શુક્ર કરશે મેષ રાશિમાં પ્રવેશ, 4 રાશિને મળશે પદ, પ્રતિષ્ઠા અને અઢળક ધન
ક્યારે ઉજવાશે અક્ષય તૃતીયા ?
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવાશે. ત્રીજની તિથિની શરૂઆત 10 મે સવારે 4 કલાક અને 17 મિનિટે થશે અને તેનું સમાપન 11 મે ના રોજ મોડી રાત્રે 2 કલાક અને 50 મિનિટ થશે. તેથી અક્ષય તૃતીયા 10 મે ના રોજ ઉજવાશે. આ દિવસે પૂજાનું શુભ મૂહુર્ત સવારે 5 કલાક અને 33 મિનિટથી શરૂ થશે જે 12 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો.
અક્ષય તૃતીયાના 4 સરળ ઉપાય
આ પણ વાંચો: Hanuman Jayanti 2024: પિતૃ દોષ અને શનિ દોષ દુર કરવા હનુમાન જયંતીના દિવસે કરો આ ઉપાય
ધન પ્રાપ્તિનો ઉપાય
અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. આ દિવસે માતા લક્ષ્મી ને ગુલાબના ફૂલ અર્પણ કરવા અને વિધિ વિધાનથી પૂજા કરવી. સાથે જ તેમને ખીરનો ભોગ ધરાવો. આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે.
આર્થિક સમસ્યાથી મુક્તિ માટેનો ઉપાય
જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીને કેસર અને હળદર અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળે છે.
આ પણ વાંચો: હનુમાન ચાલીસા કરતી વખતે ન કરવી આ ભુલ, જાણો પાઠ કરવાના શાસ્ત્રોક્ત નિયમ
સૌભાગ્ય પ્રાપ્તિ માટે
અખા ત્રીજના દિવસે સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ ઉપાય કરી શકાય છે. તેના માટે આંબાના અથવા તો આસોપાલવના તાજા પાનનું તોરણ બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો.
પ્રગતિ માટે
ઘર પરિવારની પ્રગતિ માટે અખાત્રીજના દિવસે સોનાના ઘરેણાની ખરીદી કરી તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. કહેવાય છે કે આ દિવસે ખરીદેલું સોનું ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે અને માતા લક્ષ્મીની કૃપા ઘર પર હંમેશા રહે છે.
આ પણ વાંચો: હનુમાન જયંતિના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ પણ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)