Guruwar Upay: ગુરુવારને બૃહસ્પતિ વાર પણ કહેવાય છે. ગુરૂવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ ગૃહસ્પતિને સમર્પિત છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની આરાધના કરવાની સાથે કેટલાક ઉપાયોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ ઉપાયો ગુરુવારે કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થાય છે અને વ્યક્તિને ભાગ્યનો સાથ મળવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Aparajita: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય તુરંત આપે છે ફળ


ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે. જેમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તેમને બધી જ સમસ્યાથી છુટકારો મળી જાય છે. જો તમારું ભાગ્ય પણ તમને સાથ આપતું ન હોય તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરી શકો છો આ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે. 


ગુરૂવારના અચૂક ઉપાય 


આ પણ વાંચો: બુધ ગ્રહના મિથુન રાશિમાં પ્રવેશથી સર્જાશે ભદ્રા રાજયોગ, જાણો કઈ રાશિનો થશે ભાગ્યોદય


- ગુરુવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરીને ઓમ બૃ બૃહસ્પતેય નમઃ મંત્રનો જાપ કરવો. 


- કુંડળીમાં ગુરુ ગ્રહ સંબંધિત કોઈપણ પ્રકારનો દોષ હોય તો ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરી દેવી. સાથે જ નહાતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું. 


- ગુરૂવારના દિવસે વ્રત કરવું અને કેળાના ઝાડમાં પાણી અર્પણ કરી તેની પૂજા કરો. આમ કરવાથી વૈવાહિક જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે. 


આ પણ વાંચો: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી, ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ


- ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને પીળા ફુલ અને પીળી મીઠાઈ અર્પણ કરો અને ત્યાબાદ પીળી વસ્તુઓનું દાન કરો. 


- ગુરૂવારના દિવસે સવારના સમયે ચણાની દાળ અને થોડો ગોળ ઘરના મુખ્ય દરવાજાની બહાર રાખી દેવો. અથવા તો ગાયને ખવડાવો. આમ કરવાથી ઘરમાં બરકત વધે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)