Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ

Shani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.

Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ

Shani Vakri 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિની ચાલ બદલે છે તો તેની અસર દરેક વ્યક્તિના જીવન પર થાય છે. શનિ દર અઢી વર્ષે રાશિ બદલે છે. આ સિવાય સમયે સમયે શનિ તેની ચાલ બદલે છે અને નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. હાલ શનિ તેને મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જ્યારે 29 જુને શનિ કુંભ રાશિમાં જ વક્રી થશે. એટલે કે શનિની ચાલમાં મોટો ફેરફાર થશે.

શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. તેથી આ રાશિના લોકોએ સાવધાન રહેવાનું જરૂરી છે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.

કઈ રાશિની ચાલી રહી છે ઢૈયા ?

હાલ શનિ કુંભ રાશિમાં છે. જેના કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈયાનો પ્રભાવ છે. આ બંને રાશિ પર વક્રી શનિનો અશુભ પ્રભાવ વધી શકે છે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જો કોઈ બીમારી હોય તો તે વધી શકે છે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ ઓછો મળશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારું પરિણામ  ન મળે તેવું પણ બને. 

કઈ રાશિની ચાલે છે સાડાસાતી ?

શનિ કુંભ રાશિમાં હોવાથી ત્રણ રાશિની સાડાસાતી ચાલી રહી છે. આ ત્રણ રાશિના લોકોને વક્રી શનિ સૌથી વધુ પરેશાન કરશે. શનિ કુંભ રાશિમાં હોવાથી મીન રાશિના લોકો પર સાડાસતીનું પહેલું ચરણ ચાલી રહ્યું છે જ્યારે કુંભ રાશિના લોકો પર બીજું ચરણ અને મકર રાશિના લોકો પર સાડાસાતીનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે. આમ મીન, કુંભ અને મકર રાશિ માટે વક્રી કષ્ટદાયી રહેશે. આ સમય દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે. શેર માર્કેટમાં પૈસા ડૂબી શકે છે. બીમારીઓ વધી શકે છે. ધન અટકી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. 

વક્રી શનિના પ્રભાવથી બચવા કરો આ ઉપાય 

શનિ વક્રી થઈને જે રાશિના લોકોના જીવનમાં કષ્ટ વધારશે તેમણે સાવધાન રહેવાની સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી શનિ સંબંધિત કષ્ટથી રાહત મળે છે. 

- દર શનિવારે શનિ મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરવો અને શનિ ચાલીસાનો પાઠ કરવો. 

- પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી શનિના દુષ્પ્રભાવથી રાહત મળે છે. 

- શનિવારે ગરીબો અને જરૂરિયાત મંદોને ધાબળા, સરસવનું તેલ, કાળા તલ કે કાળા અડદ દાન કરવા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news