Yogini Ekadashi 2023: દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની તિથિને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે યોગીની એકાદશી 14 જુને ઉજવાશે. યોગિની એકાદશી જગતનું પાલન કરનાર શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટેનો વિશેષ દિવસ છે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગિની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે. એટલે કે તેને મોક્ષ મળી જાય છે. 


આ પણ વાંચો: 


21 દિવસ દરમિયાન આ રાશિના લોકો ભેગું કરશે ખોબલે ખોબલે ધન, મંગળ વરસાવશે આશીર્વાદ


રાશિફળ 11 જૂન: આ રાશિના લોકોને આજે ધંધામાં થશે મોટો ફાયદો, નોકરી ક્ષેત્રે મળશે તક


બસ 6 દિવસ... સાતમા દિવસથી આ 5 રાશિના જાતકોનુ ખુલી જશે ભાગ્ય, ધનના થશે ઢગલા



યોગિની એકાદશી શુભ મુહૂર્ત


એકાદશી તિથિ 13 જૂને સવારે 09:28 કલાકે શરૂ થશે અને એકાદશીનું સમાપન 14 જૂને સવારે 08:28 મિનિટે થશે. યોગિની એકાદશી વ્રત ઉદિયા તિથિ અનુસાર 14 જૂન અને બુધવારે રાખવામાં આવશે. વ્રતના પારણા 15 જૂન અને ગુરુવારે કરવાના રહેશે.



યોગિની એકાદશીના ઉપાય


- શાસ્ત્રો અનુસાર યોગિની એકાદશી ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો દિવસ છે. આ દિવસે વ્રત કરી તેમના નામનો જપ કરવાથી પાપથી મુક્તિ મળે છે. 


- આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ પ્રવાહી આહાર જ ગ્રહણ કરવો જોઈએ. સાથે જ ક્રોધ પર કાબુ રાખવો.


- યોગિની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ કોઈ માટે અપશબ્દ બોલવા કે અપમાનજનક વાત કરવી જોઈએ નહીં. આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ અને શિવજીની આરાધના કરવી. 


- યોગિની એકાદશીના દિવસે શક્ય હોય તેટલા વધારે "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ " મંત્રનો જાપ કરવો. સાથે જ વિષ્ણુ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે. 


- યોગિની એકાદશીનું વ્રતના કરનાર વ્યક્તિએ યોગિની એકાદશીની વ્રત કથા અચૂક સાંભળવી અથવા તો વાંચવી.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)