ધન લાભ માટે કરો આ ખાસ ઉપાય, ઘર ઉપર હંમેશા રહેશે ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ
Astro Tips: ઘણી વખત એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં વ્યક્તિ પાસે ધન ટકતું નથી. લાખ પ્રયત્ન કરે છતાં પણ કાર્યોમાં સફળતા મળતી નથી. વ્યક્તિના બનતા કામ પણ બગડવા લાગે છે.
Astro Tips: જ્યારે વ્યક્તિ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થાય છે ત્યારે તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં વ્યક્તિ પાસે ધન ટકતું નથી. લાખ પ્રયત્ન કરે છતાં પણ કાર્યોમાં સફળતા મળતી નથી. વ્યક્તિના બનતા કામ પણ બગડવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રમાં આ પ્રકારની સ્થિતિમાં કરવા માટેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો અપનાવીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ આર્થિક તંગીને દૂર કરતાં કેટલાક ઉપાયો વિશે.
આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
વૈશાખ મહિનામાં કરી લો નાળિયેરના આ ટોટકા, ઘરમાં બમણી ગતિએ વધશે સુખ-સમૃદ્ધિ
આ કારણથી વૈશાખ મહિનો ગણાય છે અત્યંત પવિત્ર, આ ઉપાયો કરવાથી મળશે અઢળક લાભ
1. જો તમારી કોઈ ઈચ્છા હોય અને તેને પૂરી કરવી હોય તો તજનો એક ટુકડો લેવો. તેની ઉપર ઘડિયાળની વિપરીત દિશામાં સાત વખત અગરબત્તી ફેરવી અને મનોકામના વ્યક્ત કરીને તેને પર્સમાં રાખી લેવો. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આ ટુકડાને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી તમારી મનોકામના ઝડપથી પૂર્ણ થશે.
2. જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો શુક્રવારના દિવસે આ ઉપાય કરવો. શુક્રવારે મંદિરમાં ઝાડુનું દાન કરવું અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો. સાથે જ આસોપાલવના ઝાડમાં ગંગાજળ ચડાવી આર્થિક સ્થિતિમાં સુધારા માટે પ્રાર્થના કરવી
3. જો તમે ઈચ્છો છો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તો સવારે ઉઠો પછી સૌથી પહેલા જમણો પગ જમીન ઉપર રાખો. આ સિવાય સ્નાન કરીને દૂધ મિશ્રિત જળ શ્યામ તુલસીને અર્પિત કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે કોઈ સંસાન જગ્યા પર સરસવના તેલમાં એક લવિંગ મૂકી દીવો કરવાથી પણ જીવનમાં આવેલા કષ્ટ દૂર થાય છે.
4. આર્થિક તંગી દૂર કરવા માટે મંગળવાર અથવા તો ગુરુવારે માટીનું એક પાત્ર લઈને તેમાં કાળી માટી લેવી. આ માટીમાં ધાણાના બી અને 21 સિક્કા મુકવા. ત્યાર પછી તેની ઉપર થોડી માટી પધરાવી તેને ઉત્તર દિશામાં રાખવો. આ પાત્રમાં રોજ પાણી પીવડાવવું. જ્યારે તેમાં ધાણા ઉગી જાય તો તેનો ઉપયોગ ભોજનમાં કરી લેવો અને પછી માટીમાંથી સિક્કા કાઢીને તિજોરીમાં રાખી દેવા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)